Tuesday, October 27, 2026
HomeGujaratAhmedabadએકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

Date:

Related stories

“સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન” અંતર્ગત યોજાયેલ રાજય કક્ષાની...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના...

SVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ...

આંખના દર્દોથી પીડાતા 1 કરોડ દર્દીઓને અંધત્વ મુક્ત કરવા...

ચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન રાજપીપલા, તા 27, ડેડીયાપાડાના...

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝોન વિકસાવાયા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે 31 ઑક્ટોબરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ઈકો-ટ્રેઈલ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકશે

રાજપીપલા, તા 27,સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા નિહાળ્યા બાદ હવે એકતાનગરના પ્રવાસીઓ પ્રકૃતિના સાનિધ્યમાં ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પણ અનુભવી શકશે. એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં 2.62 કિલોમીટર લાંબી અનોખી ફોરેસ્ટ ઇકો-ટ્રેઇલ વિકસાવવામાં આવી છે. ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ નામની આ ઇકો-ટ્રેઇલમાં પ્રકૃતિ, વન્યજીવન, મહિલા સશક્તિકરણ, યુવા, ભારતીય વારસો અને આધ્યાત્મિકતાની ઝલક જોવા મળશે. આગામી 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રવાસન આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે.સ્ટેચ્યુ ઑફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઑથોરિટીએ લીમડી ગામ ઇકો-ટ્રેઇલ વિકસાવી છે. જે પ્રવાસીઓને પ્રકૃતિની વચ્ચે ફરવાની સાથે ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપશે.‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’ની વિશેષતા તેના પાંચ થીમેટિક ઝોન છે. વન્યજીવન અને પ્રકૃતિ, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતા—આ પાંચ વિષયોને કેન્દ્રમાં રાખીને ટ્રેઇલ પર વિવિધ થીમ આધારિત પ્રદર્શનો અને કલાત્મક શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે. આ ઝોન પ્રવાસીઓને ભારતની પ્રાકૃતિક સમૃદ્ધિ, સામાજિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓની ઝાંખી કરાવશે.આ ટ્રેઇલ પર્યટકો માટે પ્રકૃતિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને જોડતો એક વિશિષ્ટ અનુભવ બની રહેશે. પ્રવાસીઓ લીલાંછમ જંગલો વચ્ચે પગપાળા ભ્રમણ કરતાં વિવિધ થીમ આધારિત સ્થાપત્યો નિહાળી શકશે તેમ જ પ્રકૃતિ સાથે સમય વિતાવી શકશે.

તસવીર :ભાવના ભાટી

“સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન” અંતર્ગત યોજાયેલ રાજય કક્ષાની...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના...

SVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ...

આંખના દર્દોથી પીડાતા 1 કરોડ દર્દીઓને અંધત્વ મુક્ત કરવા...

ચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન રાજપીપલા, તા 27, ડેડીયાપાડાના...

GLS યુનિવર્સિટી દ્વારા GLSના શતાબ્દી વર્ષની ઉજવણીના 10મા સ્મૃતિ...

અમદાવાદ | ઑક્ટોબર 2026:જ્યારે સંગીત કરુણાની ભાષા બને છે,...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પીવાના પાણીની ગુણવત્તા પરીક્ષણમાં 100%...

17થી 24 ઑક્ટોબર દરમિયાન કરવામાં આવેલા 500થી વધુ પરીક્ષણોનાં...

ડ્રગ્સ મુક્ત ભારતના સંકલ્પ સાથે ૧૪,૦૦૦ કિલોમીટરની મોટરસાઇકલ રેલીનું...

૪૫ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય દળો અને સંસ્થાઓના ૨૨૫...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here