Wednesday, October 28, 2026
HomeIndiaઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

Date:

Related stories

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

અમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ,...

હિન્દી સિનેમા હાલ એક સુંદર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન પરંપરાગત કૌશલ્યો અને સ્થાનિક જ્ઞાન છે. જોકે, તેમની આ ક્ષમતાઓ ઘણીવાર ઓછી આવક આપતી, અસંગઠિતઅનેમાત્ર જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પૂરતી મર્યાદિત આજીવિકાની પ્રવૃત્તિઓમાં જ સીમિત રહી જાય છે. સમાજમાં લાંબા સમયથી ચાલી આવતી પુરુષપ્રધાન વિચારસરણીઅને સામાજિક-સાંસ્કૃતિક માન્યતાઓ, મહિલાઓની અવરજવર પરના પ્રતિબંધો, નાણાકીય જાણકારીનો અભાવ, ડિજિટલ સુવિધાઓનો લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ અને બજાર સુધી પહોંચવામાં આવતી વ્યવસ્થાગત અડચણો તેમની આ ક્ષમતાઓને સફળ, વિસ્તારી શકાય તેવા અને ઔપચારિક રીતે સ્થાપિત વ્યવસાયોમાં પરિવર્તિત કરવામાં અવરોધ ઊભો કરે છે.

કૌશલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા ગ્રામીણ મહિલાઓને તેમના પરંપરાગત કૌશલ્યો અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને સફળ અને આવક ઊભી કરતા વ્યવસાયો શરૂ કરવા સક્ષમ બનાવે છે. આ રીતે તે કૌશલ્ય શીખવા અને પોતાનો ઉદ્યોગ સ્થાપવા વચ્ચેનું અંતર ઘટાડે છે. મહિલાઓની ઉદ્યોગસાહસિક ક્ષમતાઓને મજબૂત બનાવીને, તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને અને બજારમાં તેમની ભાગીદારી વધારીને આ અભિગમ આજીવિકાના ટકાઉ સાધનો વિકસાવવામાં, પાયાના સ્તરે આર્થિક વિકાસને વેગ આપવામાં અને પરિવારને લગતા નિર્ણયો તથા સામુદાયિક વિકાસમાં મહિલાઓની ભૂમિકા અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.આ વિચારને અમલમાં મૂકતાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદે બેંગલુરુમાં પોતાના ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર (ઈએલસી)ની શરૂઆત કરી છે. આ કેન્દ્ર દ્વારા સંસ્થા ઉદ્યોગસાહસિકતા, ટેક્નોલોજી આધારિત કૌશલ્ય વિકાસ અને આજીવિકાની ટકાઉ તકો પૂરી પાડીને ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના પોતાના પ્રયાસોને વધુ મજબૂત બનાવી રહી છે. બેંગલુરુ અને મંચર સ્થિત કેન્દ્રોમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ ગ્રામીણ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે, જ્યારે 600થી વધુ મહિલાઓએ નવા ઉદ્યોગો શરૂ કર્યા છે અથવા પોતાના હાલના વ્યવસાયોનો વિસ્તાર કર્યો છે. આ પહેલ મહિલાઓને પોતાના વ્યવહારુ કૌશલ્યોનો ઉપયોગ કરીને આવક ઊભી કરતા ઉદ્યોગો સ્થાપવાની નવી તકો પૂરી પાડી રહી છે.ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર ગ્રામીણ મહિલાઓને વ્યવહારુ તાલીમ, જરૂરી મશીનો અને સાધનોનો ઉપયોગ કરવાની સુવિધા, નવી ટેક્નોલોજીના ઉપયોગનું પ્રદર્શન અને વ્યવસાય ચલાવવા માટે સતત સહયોગ પૂરો પાડે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આજીવિકાની વ્યવહારુ અને આવક ઊભી કરી શકે તેવી તકો ઓળખવામાં, બજારમાં વેચાણ માટે તૈયાર ઉત્પાદનો વિકસાવવામાં અને સ્થાનિક સંસાધનો તથા બજારની માંગને આધારે પોતાના ઉદ્યોગો સ્થાપવામાં મદદ કરવાનો છે.આ પહેલની અસર વિશે જણાવતાં ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ કહ્યું કે, “ઈડીઆઈઆઈમાં અમારું માનવું છે કે ઉદ્યોગસાહસિકતા ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર દ્વારા અમે મહિલાઓને વ્યવહારુ કૌશલ્યો, ટેક્નોલોજી અને ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી સહયોગ પૂરો પાડી રહ્યા છીએ, જેથી તેઓ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી સફળતાપૂર્વક ચાલી શકે એવા ટકાઉ વ્યવસાયો સ્થાપી શકે.”આ પહેલના ઉદ્દેશ અને ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતાંઈડીઆઈઆઈના સીએસઆર પાર્ટનરશિપ વિભાગના ડિરેક્ટર ડૉ. રમન ગુજરાલે કહ્યું કે, “અત્યાર સુધીમાં 2,000+ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે અને 600+ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે અથવા તેમનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ ઉપલબ્ધિઓ દર્શાવે છે કે ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર (ઈએલસી) દ્વારા ઉદ્યોગસાહસિકતા કેવી રીતે પાયાના સ્તરે પરિવર્તન લાવી શકે છે. ઈડીઆઈઆઈમાં અમારું લક્ષ્ય આ પહેલની અસરને સમગ્ર ભારતમાં વિસ્તારવાનું અને વધુ મહિલાઓ માટે આજીવિકાની ટકાઉ તકો ઊભી કરવાનું છે.”ઈડીઆઈઆઈએ બેંગલુરુ અને મંચરમાં કુલ 46 તાલીમ કાર્યક્રમો યોજ્યા છે, જેના હેઠળ ગ્રામીણ મહિલાઓને ખાદ્ય પ્રસંસ્કરણ, કોલ્ડ-પ્રેસ્ડ ટેક્નોલોજીથી તેલ કાઢવાની પ્રક્રિયા, સૌર ઊર્જાથી ખાદ્ય પદાર્થોને સૂકવવાની પદ્ધતિ, બેકરી ઉત્પાદનો બનાવવા અને મશરૂમની ખેતી અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવી છે. આ કેન્દ્રોમાં વિશેષ મશીનો, સોલર ડ્રાયર, હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવાની અને ટકાઉ રીતે પશુઓ માટે ઘાસચારો તૈયાર કરવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્રો વ્યવહારુ કૌશલ્ય વિકાસની સાથે ઉદ્યોગસાહસિકતાની તાલીમ પણ આપે છે, જેથી મહિલાઓ બજારમાં વેચાણ માટે તૈયાર ઉત્પાદનો વિકસાવી શકે અને લાંબા સમય સુધી ટકી શકે એવા વ્યવસાયો સ્થાપી શકે.આ કાર્યક્રમની અસર બેંગલુરુની ઉદ્યોગસાહસિક રૂબા ટ્રીસાની સફળતાની સફરમાં પણ જોવા મળે છે. ઈડીઆઈઆઈના તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેમણે રોમા કેર નામની બ્રાન્ડ શરૂ કરી, જેના હેઠળ હાથથી બનાવેલા સાબુ, હેન્ડવોશ, ફિનાઇલ અને ઘરની સાફસફાઈ માટેનાં અન્ય ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર (ઈએલસી)ના સહયોગથી તેમણે પોતાના ઉત્પાદનોમાં સુધારો કર્યો, જ્યારે વીઍક્ટે તેમને પ્રદર્શનોમાં ભાગ લેવાની, બજાર સાથે જોડાવાની અને ઈ-કોમર્સની તકો શોધવામાં મદદ કરી.આ પહેલનો લાભ મેળવનાર અન્ય એક મહિલા પુણેના બિઘીની શુભાંગી જયબીપ લગડ છે, જેમણે મસાલામાંથી વધુ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવવાની તાલીમ લીધા બાદ શુભ સ્વાદ મસાલે નામનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ઈડીઆઈઆઈએ તેમને જરૂરી લાઇસન્સ મેળવવામાં અને કાયદાકીય નિયમો તથા જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો. આ સહાયથી તેમણે ઘરેથી ચાલતા પોતાના વ્યવસાયનો વિસ્તાર કરીને સ્થાનિક બજારમાં એક દુકાન શરૂ કરી. આજે તેમના આ વ્યવસાયમાંથી દર મહિને ₹15,000થી વધુની આવક થાય છે.ભવિષ્યની યોજનાઓ હેઠળ ઈડીઆઈઆઈએ 2027–28માં ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર (ઈએલસી) મોડેલનો વિસ્તાર ચેન્નઈ સુધી કરવાની યોજના બનાવી છે. આ પહેલ દ્વારા 2,000 મહિલાઓને કૌશલ્ય વિકાસની તાલીમ અને ઉદ્યોગ સ્થાપવા માટે જરૂરી સહયોગ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંસ્થાનો ઉદ્દેશ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં પાંચ ઇકો-એક્શન લર્નિંગ સેન્ટર સ્થાપવાનો અને 10,000થી વધુ મહિલાઓને સહયોગ પૂરો પાડવાનો છે. તેનાથી ગ્રામીણ મહિલાઓને ટકાઉ ઉદ્યોગો સ્થાપવાની વધુ તકો મળશે અને સ્થાનિક અર્થતંત્રોને પણ મજબૂતી મળશે.

regard: bhawana bhati

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

અમદાવાદમાં દર્શકોની વચ્ચે પહોંચી ‘પહેલા પ્યાર બીજી બાર’ની ટીમ,...

હિન્દી સિનેમા હાલ એક સુંદર સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here