મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી મારફતે બ્લેકરૉકની સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ ક્ષમતાના.આધારે વૈશ્વિક સ્તરે ડાયવર્સિફાઇડ ઇક્વિટી પોર્ટફોલિયોમાં રોકાણ કરવાની તક આપશે .જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) પ્રાઇવેટ લિમિટેડ,(જેબીઆઈએફએસસી), જે જિયો બ્લેકરૉક એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેણે.આજે જિયો બ્લેકરૉક એડવાન્ટેજ વર્લ્ડ ઇક્વિટી ફંડ (આઈએફએસસી) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ,આઈએફએસસીએના એફએમ રેગ્યુલેશન્સ હેઠળ કાર્યરત ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ રિટેલ સ્કીમ છે, જે બ્લેકરૉક,એડવાન્ટેજ વર્લ્ડ ઇક્વિટી ફંડમાં રોકાણ કરશે. આ ફંડની રચના એવી રીતે કરવામાં આવી છે કે રોકાણકારોને ફીડર-ફંડ,સ્ટ્રક્ચર મારફતે ગ્લોબલ ઇક્વિટી બજારોમાં રોકાણ કરવાની તક મળે.

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: આ ફંડનું લોન્ચિંગ ગિફ્ટ સિટી મારફતે આંતરરાષ્ટ્રીય બજારોમાં રોકાણનો માર્ગ પૂરો પાડીને ભારતીય રોકાણકારો માટે,રોકાણની તકોનો વ્યાપ વધારવાના જિયો બ્લેકરૉકના પ્રયાસોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ફંડમાં રોકાણ,કરવામાં આવતું મૂળ ફંડ આઠ વર્ષથી વધુનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેનો હેતુ વિકસિત બજારોમાં આવેલી વૈશ્વિક કંપનીઓ, વિવિધ ક્ષેત્રો અને લાંબા ગાળાના વિકાસની સંભાવના ધરાવતા વિષયો સાથે જોડાણ પૂરું પાડીને,રોકાણકારોના સ્થાનિક પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાનો છે. આમાં અમેરિકા, યુરોપ અને જાપાન જેવા બજારોનો,સમાવેશ થાય છે. આ ફંડ મુખ્યત્વે બ્લેકરૉક એડવાન્ટેજ વર્લ્ડ,ઇક્વિટી ફંડમાં રોકાણ કરશે, જે વૈશ્વિક સ્તરે ડાયવર્સિફાઇડ એક્ટિવ ઇક્વિટી રોકાણ વ્યૂહરચના ધરાવેછે.ભારત લાંબા ગાળે સંપત્તિ સર્જન માટેનું એક શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે. તેની સાથે જ વૈશ્વિક ઇક્વિટી રોકાણ,દ્વારા અગ્રણી અર્થતંત્રો, પરિવર્તનશીલ ઉદ્યોગો અને વિશ્વની કેટલીક સૌથી નવીન કંપનીઓમાં રોકાણ કરવાની વિશાળ,તકો પણ મળે છે. આ ફંડ રોકાણકારોને ભારતમાં તેમના રોકાણની સાથે વૈશ્વિક વિકાસની તકોમાં ભાગ લેવાની તક આપે છે. આ રીતે લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે વધુ વૈવિધ્યસભર માર્ગ ઊભો થાય છે.આ ફંડની મૂળ રોકાણ વ્યૂહરચનામાં માનવીય કુશળતાની સાથે સિસ્ટમેટિક રિસર્ચ, એડવાન્સ્ડ ડેટા એનાલિટિક્સ,મશીન લર્નિંગ, અલ્ટરનેટિવ ડેટા અને શિસ્તબદ્ધ રિસ્ક મેનેજમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેના આધારે વિકસિત,બજારોમાં આવેલી વૈશ્વિક ઇક્વિટી કંપનીઓમાં રોકાણની તકો ઓળખવામાં આવે છે. આ ફંડનું સંચાલન બ્લેકરૉકની,સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટી ટીમ દ્વારા કરવામાં આવે છે, જે વ્યવસ્થિત રોકાણ ક્ષેત્રે ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.જિયો બ્લેકરૉક એસેટ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિડ સ્વામીનાથને જણાવ્યું હતુ કે, “ગિફ્ટ સિટીમાં ફંડ્સનું લોન્ચિંગ વૈશ્વિક રોકાણની તકો સુધી પહોંચને વધુ વ્યાપક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રથમ વખત ભારતીય રોકાણકારો ગિફ્ટ સિટી સ્થિત એવી સુવિધા મારફતે બ્લેકરોકની વૈશ્વિક સ્તરે સાબિત થયેલી સિસ્ટમેટિક ઇન્વેસ્ટિંગ કુશળતાનો લાભ લઈ શકશે, જે તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. બ્લેકરૉકના દાયકાઓના વૈશ્વિક રોકાણ અનુભવને રોકાણકારો સુધી પહોંચ વધારવાના જિયો બ્લેકરૉકના વિઝન સાથે જોડીને અમે રોકાણકારો માટે ભારતની બહારની વિકાસની તકોમાં ભાગ લેવાનો એક નવો માર્ગ તૈયાર કરી રહ્યા છીએ. અમારું માનવું છે કે લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે વૈશ્વિક વૈવિધ્યકરણ વધુને વધુ મહત્વપૂર્ણ બનશે. આ લોન્ચિંગ ગિફ્ટ સિટીમાંથી વિશ્વસ્તરીય રોકાણ પ્લેટફોર્મ ઊભું કરવાની અમારી વ્યાપક મહત્વાકાંક્ષાની શરૂઆત છે.”આ રોકાણ વ્યૂહરચના વૈશ્વિક કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયો અને સ્ટ્રક્ચરલ ગ્રોથ થીમના વિષયો સાથે રોકાણકારોને જોડે છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), સેમીકન્ડક્ટર્સ, ઔદ્યોગિક પરિવર્તન, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેક્નોલોજી અને નવીનતા આધારિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. મૂળ ફંડ હાલમાં વિકસિત બજારોમાં વ્યાપક રોકાણ ધરાવે છે. તેમાં અમેરિકામાં નોંધપાત્ર રોકાણની સાથે યુરોપ અને જાપાનમાં પણ રોકાણ કરવામાં આવ્યું છે.આ ફંડ મુખ્યત્વે બ્લેકરૉક એડવાન્ટેજ વર્લ્ડ ઇક્વિટી ફંડના યુનિટ્સમાં રોકાણ કરે છે. આ ફંડ રોકાણ માટેની એક શિસ્તબદ્ધ અને બેન્ચમાર્કને ધ્યાનમાં રાખતી પદ્ધતિ અપનાવે છે, જેમાં કંપનીઓના મૂળભૂત નાણાંકીય પાસાં, બજારનો રોકાણકારોનો અભિગમ, વ્યાપક આર્થિક પરિબળો અને ટકાઉપણાં સાથે સંકળાયેલા મુદ્દાઓમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યૂહરચનાને બ્લેકરૉકના પોતાના ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્ક ટેક્નોલોજી પ્લેટફોર્મ Aladdin® નો સહયોગ મળે છે, જે પોર્ટફોલિયોની રચના અને રિસ્ક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે.ફંડની મુખ્ય વિશેષતાઓ પ્રારંભિક લઘુત્તમ રોકાણ: 5,000 અમેરિકી ડોલર. વધારાના રોકાણની લઘુત્તમ રકમ: 1,000 અમેરિકી ડોલર.એક્ઝિટ લોડ: શૂન્ય.અંદાજિત ટોટલ એક્સપેન્સ રેશિયો: ડાયરેક્ટ પ્લાન માટે 0.90 ટકા અને રેગ્યુલર પ્લાન માટે 1.40 ટકા.એસેટ એલોકેશન: મૂળ બ્લેકરૉક એડવાન્ટેજ વર્લ્ડ ઇક્વિટી ફંડના યુનિટ્સમાં 90થી 100 ટકા રોકાણ,આ ફંડ ભારતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ગિફ્ટ સિટી મારફતે ઉપલબ્ધ છે. લાગુ પડતા વિદેશી.રોકાણના માળખા હેઠળ પાત્ર રોકાણકારોને વૈશ્વિક બજારોમાં રોકાણ કરવાની સરળ અને કાર્યક્ષમ તક પૂરી પાડવામાં આવે છે. ગિફ્ટ સિટીનું માળખું પરંપરાગત વિદેશી રોકાણના માધ્યમો સાથે સંકળાયેલી કેટલીક મર્યાદાઓને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ, નિયમન હેઠળ કાર્યરતઆંતરરાષ્ટ્રીય નાણાંકીય કેન્દ્રમાં વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર રોકાણના વિકલ્પ સુધી પહોંચ પૂરી પાડે છે.
