Thursday, November 28, 2024
HomeGujaratAhmedabadસૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિને ભારે વરસાદથી બેના મોત

સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિને ભારે વરસાદથી બેના મોત

Date:

spot_img

Related stories

આઇએચસીએલએ ગુજરાતના કંડલામાં ગેટવે રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાં

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ...

સુપગેમિંગના બેટલ રોયાલે 50 લાખ ડાઉનલોડ્સ વટાવ્યા; મનિલામાં પ્રથમ...

સુપરગેમિંગની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ડો-ફ્યુચરિસ્ટિક...

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યું ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ ઇન્વેસ્કો મલ્ટી એસેટ...

IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના...

વક્ફ બિલ અંગે મોટા સમાચાર, સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ...

સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય...
spot_img

હાપામાં વિજળી પડતા એક યુવાનનું મોત થયું : જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર ખાતે ધોધમાર વરસાદ

અમદાવાદ, તા. ૨૩
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ રહેતા લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સૌથી વધુ તલાલામાં કલાકોના ગાળામાં જ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. રાજકોટમાં હો‹ડગ્સ પડવાથી એકનું મોત થયું હતું જ્યારે હાપામાં વિજળી પડવાથી એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. બંગાળના અખાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ટુંકા બ્રેક બાદ વધારે વરસાદ પડી શકે છે. રાજકોટથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર પંથક સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ગીરગઢડા વિસ્તારમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ વરસાદી માહોલ જામ્યો છે. ગીરગઢડામાં કલાકોના ગાળામાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો જ્યારે તલાલામાં ચાર ઇંચ વરસાદથી અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. ગીરગઢડામાં ભારે વરસાદના લીધે રુપેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અન્ય મોટી નદીઓમાં પણ પાણીની આવક વધી ગઈ છે. જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. જામનગરના હાપામાં વિજળી પડતા એકનું મોત થયું છે. વિજળી પડવાની ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ કરી લેવામાં આવી છે. ૧૫ વર્ષના ગૌત્તમ પરમારનું મોત થયું છે. આવી જ રીતે વરસાદી માહોલ વચ્ચે જારદાર પવનના લીધે રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં હો‹ડગ્સ ધરાશાયી થતાં એકનું મોત થયું છે. અમરેલી જિલ્લામાં પણ આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટના લોધીકામાં જારદાર વરસાદ થયો છે. વરસાદના લીધે લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વેરાવળ, પોરબંદર પંથકમાં તમામ જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. તલાલામાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વંથલી અને ગીરમાં બે-બે ઇંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ એકથી લઇને ચાર ઇંચ સુધીનો વરસાદ થયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ છે. આગામી બે દિવસ સુધી હળવા વરસાદી ઝાપટા બાદ ફરીથી ભારે વરસાદ થશે. ૨૮ અને ૨૯મીથી ગુજરાતના વિવિધ ભાગોમાં ઉલ્લેખનીય વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે પરંતુ ગુજરાતમાં અપેક્ષા મુજબનો વરસાદ મોનસુનની સિઝનમાં હજુ પણ નોંધાયો નથી. રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. હાલમાં ભારે વરસાદ થયો હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોનસુનની Âસ્થતિ ઉલ્લેખનીયરીતે રહે છે એ વખતે ગુજરાતમાં મોટાભાગનો વરસાદ થાય છે. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ મોનસુનની સ્થતિ ખુબ જટિલ બની ચુકી છે.

આઇએચસીએલએ ગુજરાતના કંડલામાં ગેટવે રિસોર્ટ માટે હસ્તાક્ષર કર્યાં

ભારતની સૌથી મોટી હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (આઇએચસીએલ)એ...

સુપગેમિંગના બેટલ રોયાલે 50 લાખ ડાઉનલોડ્સ વટાવ્યા; મનિલામાં પ્રથમ...

સુપરગેમિંગની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ઇન્ડો-ફ્યુચરિસ્ટિક...

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ વચ્ચે દુઃખદ સમાચાર, 23 વર્ષના ક્રિકેટરનું...

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બોર્ડર-ગાવસ્કર...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે લોન્ચ કર્યું ઇન્વેસ્કો ઇન્ડિયા મલ્ટી એસેટ...

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ ઇન્વેસ્કો મલ્ટી એસેટ...

IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન સોમવારેસાઉદી અરેબિયાના...

વક્ફ બિલ અંગે મોટા સમાચાર, સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ...

સંસદના શિયાળુ સત્રના પ્રથમ અઠવાડિયાના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here