Sunday, October 25, 2026
HomeEntertainmentBollywoodરિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત

રિતિક રોશન સુપર ૩૦ બાદ વધુ વ્યસ્ત

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

મુંબઇ,તા. ૧૭
બોલિવુડ સ્ટાર રિતિક રોશન હવે કૃષ-૪ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ અંગેની જાહેરાત રિતિક રોશન દ્વારા પોતે કરવામાં આવી છે. તે પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં દેખાશે. સુપર-૩૦ને બોક્સ ઓફિસ પર સફળતા મળ્યા બાદ તે આશાવાદી બનેલો છે. તેની પાસે કેટલીક નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. કૃષ-૪માં અભિનેત્રી કોણ રહેશે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગણિત નિષ્ણાંત આનંદ કુમારની લાઇફ પરની ફિલ્મમાં તે નજરે પડ્યો હતો. હવે ટાઇગર શ્રોફ અને વાણી કપુર અભિનિત એક ફિલ્મનુ શુટિંગ પણ કરનાર છે. આ ફિલ્મનુ નામ ધ વોર રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મ એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. ટાઇગર શ્રોફ રિતિક રોશનના મોટા ચાહક તરીકે છે અને હવે તેને રિતિક રોશન સાથે કામ કરવાની તક મળી ગઇ છે. હાલના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો બે ફિલ્મો બાદ રિતિક રોશન બીજા નવા પ્રોજેક્ટ પર કામ કરનાર છે. જેમાં પ્રથમ ફિલ્મ નિર્દેશક રાજકુમાર ગુપ્તાની સ્પાઇ થ્રીલર ફિલ્મ છે. જે એક રો એજન્ટની વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે અર્જુન કપુર પણ કામ કરનાર છે. અત્રે નોંધનીય છે કે રાજકુમારની છેલ્લી ફિલ્મ રેડ હતી. જે ફિલ્મની ચાહકો અને ટિકાકારો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત રિતિક રોશન બીજા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યો છે. જેમાં વરૂણ ધવનના ભાઇ રોહિત ધવન કામ કરશે. અત્રે નોંધનીય છે કે રોહિતે અગાઉ અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ અભિનિત ફિલ્મ દેશી બોયજનુ નિર્દેશન કર્યુ હતુ. આ ઉપરાંત તે કૃષ-૪ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. રાકેશ રોશનની ફિલ્મ કૃષ-૪ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુપર ૩૦ હાલમાં રજૂ કરવામાં આવી હતી.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here