Saturday, March 7, 2026
HomeAhmedabadસપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા

સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રામપુર, તા. ૩૧
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનના પુત્ર અને ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનને રામપુર પોલીસે આજે કસ્ટડીમાં લઇલીધા હતા. પોલીસ જાહર યુનિવર્સિટીમાં ચોરી થયેલા પુસ્તકોના મામલામાં તપાસ કરવા માટે પહોંચી હતી. એવો આક્ષેપ કરાયો છે કે, અબ્દુલ્લા આઝમ ખાને પોલીસની કાર્યવાહીમાં અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. અબ્દુલ્લાની સામે મંગળવારના દિવસે બોગસ વય પ્રમાણપત્ર લગાવીને પાસપોર્ટ હાંસલ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ આક્ષેપ મામલામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. રિપોર્ટના કહેવા મુજબ પોલીસ જાહર યુનિવર્સિટીમાં પુસ્તકોના ચોરીના મામલામાં દરોડા પાડી રહી છે. યુનિવર્સિટીની સામે એક સ્થાનિક મદરેસાએ એવી ફરિયાદ કરી હતી કે, મોટી સંખ્યામાં હસ્તલીપી અને સદીઓ જુના પુસ્તકો મદરેસામાંથી ચોરી કરી લેવામાં આવ્યા હતા. આ મામલામાં એફઆઈઆર ૧૬મી જૂનના દિવસે દાખલ કરવામાં આવી હતી. એવા આક્ષેપ છે કે, આ પુસ્તકો જાહર યુનિવર્સિટીમાં છે. પોલીસે મંગળવારના દિવસે યુનિવર્સિટીમાં દરોડા પાડ્યા હતા અને ૧૦૦થી વધુ એવા પુસ્તકો જપ્ત કરી લીધા હતા જે મદરેસા સાથે જાડાયેલા છે. ત્યારબાદ આજે પણ વ્યાપક દરોડાની કાર્યવાહી જારી રહી હતી. પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન અબ્દુલ્લા આઝમ ખાને અડચણો ઉભી કરવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ લોકલ ડીએસપી દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. તેમની ધરપકડ કરવામાં આવશે કે કેમ તે સંદર્ભમાં હજુ સુધી કોઇપણ પ્રકારની માહિતી મળી શકી નથી. રામપુરમાં સિવિલ લાઇનમાં દાખલ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, અબ્દુલ્લા આઝમ ખાને બોગસ દસ્તાવેજાના આધાર પર પાસપોર્ટ બનાવ્યા છે. ભાજપના નેતા આકાશ સક્સેના દ્વારા આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here