રવીશ કુમારે રૅમન મેગ્સેસેના લેક્ચરમાં શું કહ્યું?

0
22

વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારને વર્ષ 2019નો પ્રતિષ્ઠિત રૅમન મેગ્સેસે ઍવૉર્ડ એનાયત કરવાની જાહેરાત તો લગભગ એક મહિના પહેલાં જ થઈ ગઈ હતી. જોકે, મનીલામાં શુક્રવારે તેમણે સન્માન પ્રાપ્ત કરતાં પહેલાં પોતાનું જાહેર ભાષણ આપ્યું.

આ ભાષણમાં તેમણે ભારતીય મીડિયામાં જોવા મળી રહેલી વિસંગતતા પર પોતાનો મત જાહેર કર્યો.

રવીશ કુમારને 9 સપ્ટેમ્બરે રૅમન મેગ્સેસ ઍવૉર્ડ આપવામાં આવશે. ભારતીય સમયાનુસાર બપોર બે વાગ્યે તેમને આ સન્માન એનાયત કરાશે.

પોતાના સંબોધનમાં રવીશે ‘લોકતંત્રને વધુ સારું બનાવવા માટે સિટિઝન જર્નાલિઝમની શક્તિ’ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા.

રવીશે કહ્યું કે “લોકતંત્ર સળગી રહ્યું છે અને તેને સંભાળવાની જરૂર છે તથા આ માટે સાહસની જરૂર છે. જરૂરી છે કે કે આપણે જે માહિતી આપીએ એ સાચી હોય. અને આવું કોઈ નેતાના ઉગ્ર અવાજથી શક્ય નહીં બને.”

તેમણે કહ્યું કે આપણે દર્શકોનો જેટલી સાચી જાણકારી આપીશું, એમનો વિશ્વાસ એટલો જ વધશે.” પોતાના સંબોધનમાં રવીશે ફૅક ન્યૂઝનો પણ ઉલ્લેખ કર્યો.