અક્ષય કુમારે જન્મદિવસ પર તેની પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું ટીઝર રિલીઝ કર્યું

0
37

બોલિવૂડ ડેસ્ક: અક્ષય કુમારે તેના 52મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે. અક્ષય પહેલીવાર એક હિસ્ટોરિકલ ડ્રામામાં એક્ટિંગ કરવાનો છે. ‘પૃથ્વીરાજ’ નામની ફિલ્મમાં તે પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે.

અક્ષય કુમારે ટીઝર રિલીઝ કરતાં લખ્યું કે, ‘મારાં જન્મદિવસ પર મારી પહેલી હિસ્ટોરિકલ ફિલ્મ વિશે માહિતી શેર કરીને ખુશ છું. હું મારી જાતને ધન્ય માનું છું કે મને એ હીરોનો રોલ પ્લે કરવા મળ્યો જેમને હું હંમેશાં તેમના પરાક્રમો અને વેલ્યુઝ માટે જોતો હતો એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. આ મારી મોટી ફિલ્મોમાંની એક ફિલ્મ છે.’