રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યા પર લાગી ભીષણ આગ, 4 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

0
4
.સોમવારની રાત્રે લક્ષ્મીનગર નાલા પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ નગરમાં સીએની ઓફિસમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા માલવિયાનગર ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો
.સોમવારની રાત્રે લક્ષ્મીનગર નાલા પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ નગરમાં સીએની ઓફિસમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા માલવિયાનગર ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો

12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ત્રણ વ્યકિતઓની હાલત ગંભીર છે.

રાજકોટ: રાજકોટમાં સોમવારની રાત્રે ત્રણ જગ્યાએ આગજનીના બનાવ સામે આવ્યા હતા. જે આગજનીના બનાવમાં લાખો રૂપિયાની મત્તા બળીને ખાખ થઈ ચૂકી છે. જ્યારે કે ઘટનામાં અત્યાર સુધીમાં 4 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.  તેમજ 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા તેમને હાલ શહેરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી બોમ્બે બેકરીના ઉપરના ભાગમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા આગ બોમ્બે બેકરીમાં પણ પ્રસરી હતી. આગજનીના બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી ફાયર ફાઈટરની ટીમ તેમજ પ્રદ્યુમન નગર પોલીસ મથકની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.

એસીપી કક્ષાના અધિકારીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ જનીનો બનાવ સામે આવતા બંને બાજુથી વાહનોની અવરજવર ઉપર રોક લગાવવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ ચોક્કસ જાણી શકાયું નથી. સાદર બજારમાં બનેલ આગજની ના બનાવમાં કોઈ જાનહાનિ થવા નહોતી પામી. જોકે લાખો રૂપિયાની મત્તા બળીને ખાક થઈ ગયાનું સામે આવ્યું છે. ઘટના સ્થળે મેયર સહિતના પદાધિકારીઓ પણ દોડી આવ્યા હતા.સોમવારની રાત્રે લક્ષ્મીનગર નાલા પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ નગરમાં સીએની ઓફિસમાં પણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા માલવિયાનગર ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી જઇ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગજનીના બનાવના કારણે લોકોના ટોળેટોળા આગ જોવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સોમવારની રાત્રે ત્રીજો બનાવ રાત્રિના નવ વાગ્યા આસપાસ બન્યો હોવાનો સામે આવ્યો હતો. રાજકોટના કુવાડવા વાંકાનેર રોડ પર આવેલ પીપરડી ગામ નજીક આવેલ દેવ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી. બ્લાસ્ટની ઘટના સામે આવતા કુવાડવા પોલીસ તેમજ એરપોર્ટ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. રાજકોટ મનપાનો ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી. આગજનીના બનાવ બોઇલર ફાટવાને કારણે બન્યો હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે, કારખાનામાં કામ કરી રહેલા ચાર જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.