Wednesday, August 26, 2026
Homeknowlegdeઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની એક દુર્લભ અને...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની એક દુર્લભ અને છુપાયેલી ગાંઠનું સફળતાપૂર્વક નિદાન અને સારવાર કરાઈ

Date:

Related stories

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ ‘ડા વિંચી સર્જિકલ સિસ્ટમ’ (da Vinci Surgical System) નો ઉપયોગ કરીને ગેસ્ટ્રિક સબમ્યુકોસલ લાઇપોમા (પેટના સ્તરની નીચે થતી દુર્લભ, ચરબીયુક્ત અને બિન-કેન્સરગ્રસ્ત ગાંઠ) થી પીડાતા 70 વર્ષીય સ્તન કેન્સરના સર્વાઇવરની સફળતાપૂર્વક સારવાર કરી છે. અન્ય કેન્દ્રોમાં વારંવારની તપાસ છતાં આ ગાંઠ શોધી શકાઈ નહોતી, જેના પરિણામે દર્દીને વારંવાર આંતરિક રક્તસ્રાવ, મલ્ટિપલ હોસ્પિટલાઇઝેશન અને ગંભીર એનિમીયાની સમસ્યા થઈ હતી. છેવટે, રોબોટિક-આસિસ્ટડ સર્જરી દ્વારા તેનું સચોટ નિદાન કરીને તેને દૂર કરવામાં આવી હતી.

આ કેસ અંગે વાત કરતા, ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના કન્સલ્ટન્ટ રોબોટિક અને લેપ્રોસ્કોપિક જીઆઈ સર્જન, ડૉ. સુરીલ વિઠલાણી એ જણાવ્યું હતું કે, “આ કેસ એ વાત પર પ્રકાશ પાડે છે કે સામાન્ય બાયોપ્સી રિપોર્ટ આવે એટલે અંદર કોઈ સ્થિતિ/બિમારી નથી એવું હંમેશાં માની શકાય નહીં, ખાસ કરીને જ્યારે કોઈ ગાંઠ પેટના સ્તરની નીચેથી શરૂ થતી હોય. જે દર્દીઓને સતત ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રક્તસ્રાવ અથવા અણધારી પાંડુરોગ (અનએક્સપ્લેઇન્ડ એનિમીયા) ની સમસ્યા હોય, ત્યાં ક્લિનિકલ શંકા ઊંચી હોય ત્યારે વધુ મૂલ્યાંકન જરૂરી બને છે. ઇમેજિંગના સચોટ અર્થઘટનથી અમને ગાંઠની સાચી ઓળખ કરવામાં અને ચોક્કસ રોબોટિક-આસિસ્ટડ પ્રોસિજર કરવામાં મદદ મળી. સમગ્ર સર્જરી દરમિયાન, અમારું રોબોટિક સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ હતું, જેનાથી અમે તંદુરસ્ત પેટના પેશીઓને નુકસાન પહોંચાડ્યા વિના ગાંઠને ચોકસાઈથી દૂર કરી શક્યા અને કેન્સર હોવાની પુષ્ટિ થઈ હોત તો કરવી પડતી વધુ જટિલ શસ્ત્રક્રિયા ટાળી શક્યા.”

દર્દીને લગભગ બે વર્ષથી વારંવાર નબળાઈ, કાળો ઝાડા (બ્લેક સ્ટૂલ્સ) અને પેટમાં દુખાવાની તકલીફ થઈ રહી હતી. તેમનું હિમોગ્લોબિન સ્તર ઘટીને માત્ર 4 g/dL સુધી પહોંચી ગયું હતું (જે પુખ્ત મહિલાઓ માટે સામાન્ય રીતે 12 થી 16 g/dL હોય છે), જેના કારણે તેમને વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન (લોહી ચઢાવવાની) જરૂર પડી હતી. જોકે એન્ડોસ્કોપિક તપાસમાં પેટમાં એક ક્ષતિ/ગાંઠ (લેસિઅન) જોવા મળી હતી, પરંતુ સામાન્ય બાયોપ્સી રિપોર્ટ વારંવાર બિન-કેન્સરગ્રસ્ત (બેનાઇન) આવતો હતો. તેમની સ્તન કેન્સરની હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને, એવી પણ ચિંતા હતી કે આ ગાંઠ કોઈ નવું પ્રાઇમરી કેન્સર અથવા મેટાસ્ટેટિક રોગ (બીજી જગ્યાએથી ફેલાયેલું કેન્સર) હોઈ શકે છે.

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here