Tuesday, September 15, 2026
Homeknowlegde10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4 વર્ષે એક ચક્ર...

10 કિમી વ્યાસ ધરાવતો અને સૂર્યની આસપાસ દર 5.4 વર્ષે એક ચક્ર પૂરું કરતો ગુરુ પરિવારનો ધૂમકેતુ10p ઉર્ફે ટેમ્પલ 2

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

લેખક :દીપક જગતાપ

10 કિમી વ્યાસ ધરાવતો અને
સૂર્યની આસપાસ દર 5.4 વર્ષે એક ચક્ર પૂરું કરતો ગુરુ પરિવારનો ધૂમકેતુ10p ઉર્ફે ટેમ્પલ 2

તેની શોધ 4 જુલાઈ 1873 ના રોજ વિલ્હેમ ટેમ્પેલ દ્વારા કરવામાં આવી હતી .

2જી ઓગષ્ટ ના રોજ પૃથ્વીની નજીક આવ્યો છે.

~~~

હમણાં થોડાં દિવસ પહેલા 2 જી ઓગષ્ટના રોજ એક ગુરુ પરિવારનો એક ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો છે. એનું નામ છે
ધૂમકેતુ 10P/ટેમ્પલ (ટેમ્પલ 2).
10P/ટેમ્પલની ઓળખ આ ધૂમકેતુને ટેમ્પલ 2તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 ઓગસ્ટ 2026ના રોજ પેરીહેલિયન (સૂર્યથી સૌથી નજીકના બિંદુ)પર પહોંચ્યો હતો
અને 3 ઓગસ્ટ 2026ના રોજ પૃથ્વીથી આશરે 0.414 AU, એટલે કે લગભગ 61.9 મિલિયન કિમી દૂરથી પસાર થયો હતો; ત્યારે તેની તેજસ્વિતા લગભગ 8થી 10 વચ્ચે અંદાજવામાં આવી હતી.

આ ધૂમકેતુની શોધ વિલ્હેમ ટેમ્પલ દ્વારા 4 જુલાઈ 1873ના રોજ આ ધૂમકેતુની શોધ કરવામાં આવી હતી.જે પેરીહેલિયન અને પૃથ્વીથી નજીકના અભિગમ દરમિયાન તે મોટાભાગના દૂરબીન (ટેલિસ્કોપ) દ્વારા જોઈ શકાય તેવી સ્થિતિમાં હતો. આ ધૂમકેતુ તેની લાંબી અને સ્પષ્ટ ધૂળની કેડી (ડસ્ટ ટ્રાયલ) માટે જાણીતો છે, જેનું અવલોકન અગાઉ ઉપગ્રહો દ્વારા પણ થયું છે.

ધૂમકેતુ શું છે?:

ધૂમકેતુઓ બરફ, ધૂળ અને શિલાકણોથી બનેલા સૂર્યમંડળના પ્રાચીન પદાર્થો છે. સૂર્યની નજીક આવે ત્યારે તેમનું બરફીયું પદાર્થ વરાળ બની “કોમા” અને પૂંછડી બનાવે છે, જેના કારણે તે પ્રકાશમાન દેખાય છે. 10P/ટેમ્પલ એક ગુરુ પરિવારનો આવર્તક ધૂમકેતુ છે, એટલે તેની કક્ષા ગુરુગ્રહના ગુરુત્વાકર્ષણથી પ્રભાવિત અને તુલનાત્મક રીતે ટૂંકી છે.

તેનો પેરીહેલિયન અંતર લગભગ 1.418 AU છે અને તેનો આવર્તક સમય આશરે 5.4 વર્ષનો છે. આથી તે એકવાર દેખાઈને જતાં લાંબા સમય સુધી ગુમ થતો નથી; નિયમિત રીતે ફરીથી સૂર્યની નજીક આવે છે.

તે સમયે સૂર્યથી તેનું કોણીય અંતર આશરે 164 ડિગ્રી હતું, જે જોવાલાયક સ્થિતિ ગણાય છે. વિવિધ સ્ત્રોતો તેની તેજસ્વિતા માટે લગભગ 8થી 10 મેગ્નિટ્યુડનો અંદાજ આપે છે, એટલે શહેરની ભારે પ્રકાશપ્રદૂષણવાળી જગ્યાએ જોવા મુશ્કેલ હોય પરંતુ અંધારા આકાશમાં વધુ અનુકૂળ રહેવાની શક્યતા હતી.

જોકે પૃથ્વી માટે આ ધૂમકેતુ જોખમી નથી. આમ ભલે 0.414 AUનું અંતર ખગોળીય રીતે નજીક ગણાય, પણ તે હજુ પણ અંદાજે 61.9 મિલિયન કિમી છે, એટલે પૃથ્વી સાથે અથડામણની કોઈ ચિંતા નહોતી . એવા ધૂમકેતુઓને અવલોકન માટે રસપ્રદ માનવામાં આવે છે,

જોકે પૃથ્વીની નજીક આવતા આવા ધૂમકેતુ ખગોળશાસ્ત્રીઓ માટે બહુ ઉપયોગી હોય છે. કારણ કે તે સૌરમંડળના પ્રારંભિક દ્રવ્યની સમજ આપે છે. તેની તેજસ્વિતા, ધૂળની પ્રવૃત્તિ, અને કક્ષાગત બદલાવનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ધૂમકેતુની અંદરની રચના અને લાંબા ગાળાની ગતિશીલતાવગેરેનો અભ્યાસ થઈ શકે છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here