Friday, September 18, 2026
HomeGujaratનડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીનો અલૌકિક નજારો

નડિયાદ સંતરામ મંદિરમાં દેવદિવાળીનો અલૌકિક નજારો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

નડિયાદના સુપ્રસિદ્ધ અને ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન સંતરામ મંદિરમાં બુધવારે દેવદિવાળીના પાવન પર્વની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળના સમયે સમગ્ર મંદિર પરિસર હજારો દીવડાઓની અલૌકિક રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જેણે એક અદ્ભુત અને તેજોમય નજારો સર્જ્યો હતો. આ ભવ્ય દીપોત્સવ અને ત્યારબાદ થયેલી આતશબાજીના સાક્ષી બનવા માટે મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેના કારણે આખો વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ દેવદિવાળીના શુભ અવસર નિમિત્તે સંતરામ મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે મંદિરના પરિસરમાં હજારો દીવડાવો પ્રગટાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ અલૌકિક દ્રશ્યો જોઈને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.આ દિવ્ય દીપોત્સવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. દીપોત્સવ બાદ શાનદાર આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાં ફેલાયેલા આતશબાજીના રંગો અને નીચે દીવડાઓની રોશનીએ એક અનોખો નજારો સર્જ્યો હતો. અનેક ભક્તોએ આ સુંદર અને યાદગાર દ્રશ્યને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી આ પળને યાદગાર બનાવી હતી.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here