Friday, October 16, 2026
HomePoliticsCM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને 2 વધારાના હવાલા,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે...

CM ભૂપેન્દ્ર પટેલના સલાહકારને 2 વધારાના હવાલા,હસમુખ અઢિયાની ગીફ્ટ સિટીના ચેરમેન તરીકે નિમણૂંક

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કેટલાક અધિકારીઓને વધારાની નિમણૂકો આપી છે અને કેટલાક ફેરફાર કર્યા છે, જેના અનુસંધાને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર ડો. હસમુખ અઢિયાને ગુજરાત આલ્કલિઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસીએલ), વડોદરાના ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. નિવૃત્ત IAS ડો. રાજીવકુમાર ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ બનાવાયા એ ઉપરાંત તેમને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર પદે પણ નિમણૂક આપવામાં આવી છે. હસમુખ અઢિયા રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકેલા 1981ની બેચના ગુજરાત કેડરના નિવૃત્ત અધિકારી છે. અગાઉ રાજ્ય સરકારે મુખ્યમંત્રીના એડવાઇઝર એસએસ રાઠોરને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી)ના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા.બીજી તરફ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી નિવૃત્ત થયેલા ડો. રાજીવકુમાર ગુપ્તાને લાંબા સમય પછી ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાંધીનગરમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્તિ આપી છે, આ જગ્યાના હવાલામાંથી નિવૃત્ત આઇએએસ અધિકારી પીકે તનેજાની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. તેમનો આ ઓર્ડર સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડયો છે. રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ વિભાગના સેક્રેટરી (અપીલ્સ) અને ઓફિસર ઓન સ્પેશ્યલ ડયટી તરીકે 2003ની બેચના નિવૃત્ત આઇએએસ લલીત પાડલિયાને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક આપવામાં આવી છે. એ ઉપરાંત મહેસૂલ વિભાગના આદેશ પ્રમાણે ગુજરાત વહીવટી સેવાના એનઆર દુબે કે જેમને નાયબ કલેક્ટરની કરેલી બદલીના હુકમો મૂળ અસરથી રદ કરી તેમને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના જનરલ મેનેજરની જગ્યાએ ફરજ બજાવતા ટીજે વ્યાસની જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે, જ્યારે ટીજે વ્યાસની નાયબ કલેક્ટરની સેવાઓ મહેસૂલ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે ત્રણ જાહેર સાહસોમાં રાજકીય નિમણૂકો કરી છે પરંતુ તેમાં નિવૃત્ત અધિકારીઓને મૂક્યા છે જે અચરજ પમાડે તેવું છે. હવે રાજ્યના નિવૃત્ત આઇએએસ ઓફિસર અને પૂર્વ ચીફ સેક્રેટરી પંકજકુમારનું પોસ્ટીંગ કરવામાં આવે તેવી સંભાવના છે. સચિવાલયના વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમને ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના ચેરમેનનું પદ આપવામાં આવી શકે તેમ છે, કેમ કે આ જગ્યા નિવૃત્ત આઇએએસ અમરજીતસિંઘનો ટેન્યોર પુરો થતાં નવેમ્બર ૨૦૨૨થી ખાલી પડી છે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here