પાકિસ્તાનની યુનિવર્સિટીઓમાં હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ, હિન્દુ સમુદાયને મોટો આંચકો

0
5
આ પર્વને દેશની ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવ્યો
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખ લઘુમતીમાં છે

લાહોર : પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો વધુ એક મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટીઓમાં રંગોનો તહેવાર હોળી ઉજવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.  પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે આ તહેવારને ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવતા એક નોટિસ ઈશ્યૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખ લઘુમતીમાં છે. અહીં અનેકવાર તેમને પ્રતાડિત કરાય છે. અહેવાલ અનુસાર પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગે તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં હોળી સમારોહને એમ કહેતા પ્રતિબંધ મૂકાયો હતો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દેશના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંપૂર્ણપણે અલગ છે.  આયોગે હોળીને દેશની ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ ગણાવ્યો છે. નોટિફિકેશનમાં આયોગે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોનું પાલન કરવા માટે વિદ્યાર્થીઓને આ તહેવારની ઉજવણી ન કરવા કહેવાયું છે.