અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ પોલીસે હિંદુ અને મુસ્લિમ સહિતના આગેવાનોનું સન્માન કર્યું

0
8
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી હતી
અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને યુથ કમિટીનું અભિવાદન સમારોહ રાખવામાં આવ્યું હતું

અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈએ પુરી થઈ હતી.આ વર્ષે રથયાત્રાને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. છતાં પોલીસે પોતાની પુરી મહેનત સાથે રથયાત્રા યોજી હતી. જેમાં તમામ કોમના લોકોને સાથે રાખીને પોલીસે અલગ અલગ કાર્યક્રમ કર્યાં હતા.તમામ લોકોને સાથે રાખીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી હતી જે પુરી થતા અમદાવાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને યુથ કમિટીનું અભિવાદન સમારોહ રાખવામાં આવ્યું હતું જ્યાં તમામ કોમના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ઝોન – ડીસીપી દ્વારા ખાનપુરમાં આવેલ રાઇફલ કલબ સાથે શાંતિ સમિતિ તથા યુથ કમિટીનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો.આ સમારોહમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ,ઝોન-2 ડીસીપી,એસીપી તથા પીઆઇ સાહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.આ સમારોહમાં સ્થાનિક હિન્દૂ તથા મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા યુથ કમિટીના યુવાઓ સાથે રહ્યા હતા જેમનું પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તમામ લોકોએ કાર્યક્રમ પૂરો થતાં ભોજન પણ સાથે કર્યું હતું અને આગામી સમયમાં આ પ્રકારે જ કોમી એકતા દાખવી સાથ સહકાર આપવા બાંહેધરી આપી હતી