અમદાવાદ: ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતા ધોરણ 8માં અભ્યાસ કરતા સગીર સાથે યુવકે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

0
5
શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 36 વર્ષિય યુવક તેની પત્ની તથા દીકરા સાથે રહે છે અને રતનપોળ ખાતે સોનાની દુકાનમાં નોકરી કરે છે
શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 36 વર્ષિય યુવક તેની પત્ની તથા દીકરા સાથે રહે છે અને રતનપોળ ખાતે સોનાની દુકાનમાં નોકરી કરે છે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો એક પરિવાર હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. આ પરિવારનો સગીર પુત્ર ફ્લેટના કમ્પાઉન્ડમાં રમતો હતો ત્યારે ત્યાં રહેતો એક છોકરો તેની પાસે આવ્યો હતો અને તેને જબરજસ્તીથી ધાબે લઈ ગયો હતો. જ્યાં તેના કપડા ઉતારી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાળકે આ વાત તેના પરિવારને કરતા સમગ્ર બાબતને લઈને આરોપી સામે પોલીસ ફરિયાદ લઇ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 36 વર્ષિય યુવક તેની પત્ની તથા દીકરા સાથે રહે છે અને રતનપોળ ખાતે સોનાની દુકાનમાં નોકરી કરે છે. આ યુવકને 13 વર્ષનો દીકરો છે જે હાલ ધોરણ 8માં અભ્યાસ કરે છે. ગઈકાલે આ યુવકનો સગીર પુત્ર રાત્રે ઘર પાસે રમતો હતો  ત્યારે ત્યાં અન્ય બ્લોકમાં રહેતો એક છોકરો જેને ખરાબ કામ કર્યું હોવાનું આ સગીર પુત્રએ ઘરમાં આવીને જણાવ્યું હતું. બાદમાં તેની પૂછપરછ કરતાં તેણે રડતાં રડતાં જણાવ્યું કે તે તેના મિત્રો સાથે ફ્લેટના કોમન પ્લોટમાં રમતો હતો. ત્યારે રાત્રે નવેક વાગ્યે ત્યાં રહેતો એક છોકરો તેની પાસે આવ્યો હતો અને કહ્યું હતું કે મારા ધાબા ઉપર ચલ મારે તારું કામ છે. જેથી આ સગીર એ તારે શું કામ છે તે પૂછતા તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.થોડા સમય પછી આ સગીરના મિત્રો રમતા રમતા બોલ દૂર જતો રહેતા તે લેવા ગયા હતા. બાદમાં આ સગીરને તે છોકરો ખેંચીને અન્ય બ્લોકના ધાબા ઉપર લઈ ગયો હતો અને આ સગીરે બુમો પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી તે છોકરાએ મોઢું દબાવી દીધું હતું અને રાત્રિનો સમય હોવાથી કોઈ બહાર ન હોવાથી તેને ધાબા ઉપર લઈ ગયો હતો. બાદમાં આ છોકરાએ સગીરને આજે તો હું તારી સાથે ખરાબ કામ કરીશ અને તું નહીં કરવા દે તો બધાને આ વાતની જાણ કરીશ તેમ કહી મોઢું દબાવી નીચે ઊંધો સુવડાવી દીધો હતો. બાદમાં આ સગીરના કપડા ઉતારી આ છોકરાએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. બાદમાં આ સગીર પોતાના ઘરે જતો રહ્યો હતો. ત્યારે તે છોકરાએ તેને ધમકી આપી હતી કે તું કોઈને આ બાબતે કહીશ તો જાનથી મારી નાખીશ. સમગ્ર બાબતને લઈને સગીરના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.