AIMIM ચીફ: અસદુદ્દીન ઓવૈસી ટાગોર હોલ ખાતે પક્ષના હોદ્દેદારો સાથે બેઠક કરશે, 50 ગાડીના કાફલા સાથે રોડ શો યોજાશે

0
22
આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે
આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે

ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ પહોંચ્યાં છે..ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. તે ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે.તેઓ શહેરમાં 50 ગાડીઓના કાફલા સાથે રોડ શો કરશે. આ રોડ શો સાબરમતી જેલથી દિલ્લી દરવાજા, પ્રેમદરવાજા, દરિયાપુર લીમડી ચોક, જોર્ડન રોડ, મિરઝાપુર થઈ અને હોટલ ખાતે પરત ફરશે. બપોરે 2.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. બપોરે 3.45 કલાકે હોટલથી લાલદરવાજા, આસ્ટોડિયા દરવાજા, મજૂરગામ થઈ શાહઆલમ દરગાહ જશે. સાંજે 5.30એ ગુજરાત ટુડે પ્રેસ પર મુલાકાત લઈ સાંજે 7 વાગ્યે ટાગોર હોલમાં જશે. જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત લઈ રાતે 10 વાગ્યે હોટલ પરત ફરશે.2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.