અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં કેવી પડશે ગરમી

0
11
27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં રાજ્યનાં કોઈ કોઈ ભાગમાં 45 ડીગ્રી તાપમાન નોંધવાની શકયતા છે. અને આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણ પલટો પણ આવવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાહેર કર્યું છે
27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં રાજ્યનાં કોઈ કોઈ ભાગમાં 45 ડીગ્રી તાપમાન નોંધવાની શકયતા છે. અને આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણ પલટો પણ આવવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાહેર કર્યું છે

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી સમુદ્રમાંથી ભેજ પણ આવી રહ્યો છે.જેના કારણે તાપમાન સામાન્ય નોંધાયા રહ્યું છે.જો કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે 25 થી 28 હિટવેવ રહેશે. પરંતુ પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેતા હવામાં ભેજનું પ્રમાણ વધારે છે. જેના કારણે હિટવેવની આગાહી પરત ખેંચી છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.હવામાં ભેજ હોવાના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાયા છે.,અને માર્ચ માસમાં આવી ગરમી ક્યારેક જ પડતી હશે.27 માર્ચથી અકળાવનાર ગરમીનું પ્રમાણ વધે.જેમાં મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદમાં અકળાવનાર ગરમી પડશે.તો ગાંધીનગર, પંચમહાલના ભાગો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત ભાગોમાં કાળઝાળ ગરમી પડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે માર્ચના અંતમાં એટલે કે 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રીએ પહોંચવાની શકયતા છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 43 ડીગ્રી નોંધાશે.તેમજ કચ્છમાં પણ 42 ડીગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 27 માર્ચથી 7 એપ્રિલ સુધીમા કોઈ કોઈ ભાગમાં 45 ડીગ્રી તાપમાન નોંધવાની શકયતા છે.અને આકાશમાંથી અગનવર્ષો થયા બાદ વાતાવરણ પલટો પણ આવવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાહેર કર્યું છે.27માર્ચથી 7 એપ્રિલ સુધીમાં કાળઝાળ ગરમી પડશે.અને ગરમીના કારણે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ સક્રિય થવાની સંભાવના રહે જેના કારણે 7 એપ્રિલ પછી હવામાનમાં પલટો આવશે.એકાએક તાપમાન ઊંચું નોંધાતા સમુદ્રમાંથી ભેજ ઉપર આવશે.