Saturday, July 18, 2026
HomeWorldઅમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન અમલી

અમેરિકાના H1B વિઝાની લોટરી સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન અમલી

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

વોશિંગ્ટન : હજારો ભારતીય આઇટી પ્રોફેસનલ્સ જેની ટાંપીને રાહ જુએ છે તે એચવન બી વીસાની વાર્ષિક લોટરી સિસ્ટમમાં યુએસ દ્વારા ધરમૂળથી પરિવર્તનો કરવામાં  આવ્યા છે. આ પરિવર્તનોનો હેતુ છેતરપિંડી ઘટાડવાનો અને રજિસ્ટ્રેશન સિસ્ટમ સરળ બનાવવાનો છે. આ ઉપરાંત ૨૯ જાન્યુઆરીથી યુએસમાં એચવન બી વીસા ડોમેસ્ટિકલી રિન્યુ કરવાનો પાઇલટ પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે. નવી સિસ્ટમમાં સમગ્ર પ્રક્રિયાને લાભાર્થી કેન્દ્રી બનાવી દેવામાં આવી છે. જેના કારણે ભૂતકાળમાં એક વ્યક્તિ અનેક અરજીઓ કરી શકતી હતી તે બંધ થઇ જશે હવે એચ વનબી વીસા અરજી વ્યક્તિગત ધોરણે જ સ્વીકારવામાં અને ગણવામાં આવશે. હવે જો એક જ વ્યક્તિ વિવિધ કંપની મારફતે અનેક અરજીઓ કરશે તો પણ તેને પાસપોર્ટ નંબરને આધારે એક જ અરજી ગણવામાં આવશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ-યુએસસીઆઇએસ દ્વારા નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના દ્વારા એચવન બી વીસાની રજિસ્ટ્રેશન પ્રોસેસમાં થતી છેતરપિંડીઓ ઘટાડી શકાશે. હવે એક વ્યક્તિ તરફથી અનેક અરજી કરાઇ હોય તો પણ તેને એકજ ગણી દરેક અરજદારને સમાન તક આપવામાં આવશે તેમ ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું. યુએસસીઆઇએસના ડાયરેકટર એમ. જાડુઉએ જણાવ્યું હતું કે સિસ્ટમમાં કરવામાં આવેલા સુધારાને કારણે એચવનબી વીસા પ્રોસેસ રજિસ્ટ્રેશનથી માંડી આખરી નિર્ણય સુધી સંપૂર્ણપણે ઇલેકટ્રોનિકલી કરવામાં આવશે. જેને કારણે તમામ અરજદારોને સમાન તક મળશે. ૨૦૨૫ની એચવન બી વીસા કેપ માટે રજિસ્ટ્રેશન છ માર્ચની બપોરે શરૂ કરવામાં આવશે અને તે બાવીસ માર્ચ સુધી ચાલશે. આ સમયગાળા દરમ્યાન અરજદાર અથવા તેના પ્રતિનિધિએ યુએસસીઆઇએસ ઓનલાઇન એકાઉન્ટ ખોલી તેના પર સિલેક્શન પ્રોસેસ માટે નોંધણી કરાવી સબંધિત રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની રહેશે. ૨૮ ફેબુ્રઆરીથી કંપનીઓને તેમના એકાઉન્ટ ખોલવા દેવામાં આવશે જેમાં તેઓ તેમની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરવા દેવામાં આવશે. આ લાભાર્થી કેન્દ્રી પ્રક્રિયામાં  રજિસ્ટ્રેશન નહીં પણ લાભાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવશે. ૨૦૨૫ના વર્ષ માટે પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે જેમાં અરજી કરનારે માન્ય પાસપોર્ટની વિગતો  અથવા માન્ય પ્રવાસ દસ્તાવેજ  દરેક લાભાર્થી માટે રજૂ કરવાનો રહેશે. 

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here