વડાપ્રધાન આવાસ પહોંચ્યા CM યોગી આદિત્યનાથ, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

0
6
.અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે.
.અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે.

નવી દિલ્હી: યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આ પહેલા સીએમ યોગી શુક્રવારે 10.30ની આસપાસ યુપી સદનથી વડાપ્રધાન આવાસ માટે આવવા રવાના થયા હતા. હવે તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. નોંધનીય છે કે, યોગી આદિત્યનાથના અચાનક દિલ્હી પ્રવાસને લઈ લખનઉના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શક્યતા છે કે, સીએમ યોગી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળી શકે છે. થોડા દિવસો પહેલા જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષ અને પાર્ટીના રાજ્ય પ્રભારી રાધા મોહન સિંહે લખનઉની મુલાકાત લીધી હતી અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના પ્રધાનો અને સંગઠનના મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ બપોરે ગુરૂવારે 3:30 વાગ્યે સ્ટેટ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે આ બેઠક ઘણી જ મહત્ત્વની માનાવમાં આવી રહી છે.અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે. આ મુલાકાતોમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન આગામી વિધાનસભા ચૂંટણી અને વેક્સીનેશન જેવા મુદ્દાઓ મુખ્ય હશે. ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ ચર્ચા થઈ શકે છે.યોગી આદિત્યનાથી દિલ્હી મુલાકાતનું એક વિશેષ કારણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અગ્રણી નેતા જિતિન પ્રસાદ હોવાનું પણ કહેવાય છે. જિતિન પ્રસાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક મોટો બ્રાહ્મણ ચહેરો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપને રીસેટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here