અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા, AAP વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકશે

0
9
અમદાવાદ એરપોર્ટ પરથી કેજરીવાલ સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયા છે. કેજરીવાલ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
અમદાવાદ એરપોર્ટ પરથી કેજરીવાલ સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયા છે. કેજરીવાલ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ટ્વીટર પર કેજરીવાલે લખ્યું ‘હું ગુજરાત આવી રહ્યો છું, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ,’ આજે આપમાં મોટા માથા જોડાય તેવી વકી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાવાયરસના કેસ હળવા થતા રાજકીય (Politics) પારો ચઢવા લાગ્યો છે. બે દિવસ પહેલાં કાગવડના ખોડલધામે પાટીદાર મોભીઓ એકઠા થયા અને તેમણે વર્ષ 2022ની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઈએ એવો સૂર વ્યક્ત કર્યો. બીજી બાજુ નરેશ પટેલે કાગવડમાં આપના વખાણ કર્યા એના 48 કલાકમાં અરવિંદ કેજરીવાલની ગુજરાતની મુલાકાત યોજાઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રીઅને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સોમવારે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી કેજરીવાલ સર્કિટ હાઉસ જવા રવાના થઈ ગયા છે.   કેજરીવાલ આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ આમ આદમી પાર્ટી મોટી વિકેટ ખેરવવાની છે. રાજ્યના એક જાણીતા પૂર્વ પત્રકાર આજે આમ આદમી પાર્ટીનો હાથ પકડે તેવું સુમાહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે. કેજરીવાલની મુલાકાતનો હેતું સ્પષ્ટ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપ્રાઇઝ પ્રદર્શનથી સુરત મનપામાં વિરોધ પક્ષ તરીકે પહોંચેલી આમ આદમી પાર્ટીનો ડોળો આગામી વિધાનસભા ચૂંટણી 2022 પર છે. આમ આદમી પાર્ટી રાજ્યમાં સત્તાનો નહીં તો વિપક્ષ તરીકેનો વિકલ્પ બનવા માંગે છે તેમાં બે મત નથી. અગાઉ અરવિંદ કેજરીવાલે ગઈકાલે ટ્વીટર પર એક ચાર લાઇનનું ટ્ટીટ કર્યુ હતું જેમાં તેમણે લખ્યું કે ‘હવે ગુજરાત બદલાશે, હું કાલે ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનોને મળીશ’