Monday, October 5, 2026
HomeGujaratAhmedabadરાજ્યના 36 શહેરોમાં મીની Lockdown બાદ ખુલી બજારો, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો

રાજ્યના 36 શહેરોમાં મીની Lockdown બાદ ખુલી બજારો, સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ 40 દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો વ્યૂહ ઘડ્યો હતો. જોકે, આ વ્યૂહ કારગર નિવડતો લાગ્યો. આખરે 40 દિવસો પછી કોરોનાના કેસ પણ સતત ઘટી રહ્યા છે અને સરકારે નિયંત્રણમાં મૂકેલા 36 શહેરોની બજારોને આંશિક પરવાનગી સાથે આજથી બજારો ખોલવાની છૂટ આપવામાં આવી છે. આજથી રાજ્યના 36 શહેરોમાં મોલ-મલ્ટીપ્લેક્સ સિવાયની બજારો ખુલી છે. ખુલતી બજારો રોનક જોવા મળી રહી છ અને વેપારીઓ ખુશ છે.કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આડથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. આ નિર્ણય 27 મે સુધી અમલી રહેશે. જોકે 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.આજથી રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ ખુલ્લી રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. આ દરમિયાન સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા , બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે. દરમિયાન આંશિક લૉકડાઉન સાથેની ખુલતી બજારોએ લોકો ધીરેધીરે વેપાર ધંધા ખોલી રહ્યા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here