સૈજપુર બોધા સહિત 6 વોર્ડમાં ભાજપની પેનલ જીતી, ભાજપ 65, કોંગ્રેસ 10 અને ઓવૈસીની AIMIM 3 બેઠક પર આગળ

0
81
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે.

ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ

અમદાવાદ : અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે. દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે. દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ, જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ, ગોતા, બાપુનગર, ,નિકોલ, ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. બંને મતગણતરી સ્થળે પોલીસ, મતગણતરી એજન્ટ, રાજકીય પાર્ટીના નેતાઓ અને અન્ય લોકો ઉમટ્યા છે. બંને સ્થળે સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી, ઈવીએમના મતની ગણતરી શરૂ થઈ છે. ત્યારે 40 લાખ પૈકીના માત્ર 19 લાખ લોકોનું 42% મતદાન કોને તારશે? કોને ડુબાડશે? મતગણતરીમાં 91 બેઠકના 771 ઉમેદવારોનાં ભવિષ્ય નક્કી થશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે. ત્યારે નજર રહેશે કે છેલ્લા 15 વર્ષમાં નોઁધાયેલું સૌથી ઓછું મતદાન 191 બેઠકના 771ના ઉમેદવારને હરાવે છે કે, જીત અપાવે છે. જ્યારે ઓછા મતદાને ભાજપ-કોંગ્રેસ જ્યારે નવા આવેલા AAP તેમજ અપક્ષ ઉમેદવારોની ચિંતા વધારી છે. 2005માં સૌથી ઓછું 30.39 ટકા, 2010માં 44.12 ટકા અને 2015માં 46.51 ટકા મતદાન થયું હતું