Saturday, November 7, 2026
Homenationalભારતીય વાયુસેનાની તાકાત વધી, વધુ 3 રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

ભારતીય વાયુસેનાની તાકાત વધી, વધુ 3 રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

ભારતીય વાયુસેના (IAF) ની તાકાતમાં વધારો થયો છે. વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર જેટ તહેનાત થઈ શકશે. રાફેલ એક સક્ષમ વિમાન માનવામાં આવે છે. 2016માં ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઈ હતી. જેમાંથી 29 આવી ગયા છે. ખાસ કરીને ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં થયેલા વિવાદ બાદ ભારતને ઝડપથી રાફેલ પહોંચાડવામાં આવી રહ્યા છે. જેનાથી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે.ચીનની સાથે ચાલી રહેલ સૈન્ય ગતિરોધની વચ્ચે ભારતીય વાયુસેનાને વધુ મજબૂતી મળી છે. ત્રણ વધુ રાફેલ લડાકૂ વિમાનોની ટુકડીએ ફ્રાન્સથી ક્યાંય રોકાયા વગર બુધવારે ગુજરાતના જામનગર માં લેન્ડ કર્યું છે. ત્રણ નવા ફાઈટર જેટ રાફેલની સંખ્યા 36 માંથી 29 સુધી વધી ગયા છે. જેને ભારતે 2016 માં 60,000 કરોડ રૂપિયાના સોદામાં ઓર્ડર કર્યા હતા. સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જામનગર એરપોર્ટ પર ત્રણેય લડાકુ વિમાન લેન્ડ થઈ ચૂક્યા છે. આ મહિનાની શરૂઆતમાં એરચીફ માર્શલ વીઆર ચૌધરીના વાયુસેનાના પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ ફ્રાન્સથી રાફેલ આવવાની આ પહેલી ખેપ છે. ફ્રાન્સથી આવેલા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્કોવર્ડન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્કોવર્ડનને આપવામાં આવશે.

26 રાફેલ માટે કરાર થયા
કેન્દ્રએ લગભગ 60 હજાર કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાન્સની સાથે કરાર કર્યા હતા. પાંચ રાફેલ વિમાનોની પહેલી ટુકડી ગત વર્ષે 29 જુલાઈના રોજ ભારત આવી હતી. તો બીજા ત્રણ રાફેલ જેટ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં ભારત પહોંચવાની તૈયારી કરી રહ્યાં છે. 26 જાન્યુઆરી સુધી તે સ્કોવર્ડનમાં સામેલ થઈ જશે. યોજના અનુસાર, 36 મા અને અંતિમ રાફેલમાં વિશેષ સુવિધા હશે, જે વધુ ઘાતક અને કાબેલ હશે. 
 

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here