Tuesday, September 22, 2026

Aksheshkumar Savaliya

spot_img

અંબુજા સિમેન્ટ્સે નાલાગઢમાં નલાગ્રામમાં શાળાના સર્વાંગી પરિવર્તનમાં સહયોગ કર્યો તંત્રી નોંધ

વિશ્વમાં 9માં ક્રમની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન પ્રોવાઇડર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સોલન જિલ્લામાં નાલાગઢમાં ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીએસએસએસ) અને ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ (જીપીએસ) નવાગ્રામમાં શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થીઓના વિકાસને બળ આપ્યું છે. નવાગ્રામમાં 1,399 લોકોની સંખ્યા છે, જ્યાં અગાઉ માળખાકીય અસુવિધા, પાણીની અચત અને ટ્રાન્સપોર્ટની મર્યાદિત સુવિધા તથા ઉચ્ચ અભ્યાસમાં નીચી પ્રગતી જેવી સમસ્યાઓ હતી. જીએસએસએસ (213 વિદ્યાર્થીઓ) અને જીપીએસ (60 વિદ્યાર્થીઓ)ને વધુ સારી સુવિધા અને વિદ્યાર્થીઓ માટે સુઆયોજિત જોડાણની આવશ્યકતા હતી. અંબુજા સિમેન્ટ્સે ધોરણ 12 સુધી વધુ સારા વર્ગખંડોના નિર્માણ (આર્ટ્સ પ્રવાહ), રમત-ગમત માટેના મેદાનના વિકાસ, સોક પિટ, બાઉન્ડ્રીની દિવાલો, પ્રવેશદ્વાર, હેન્ડવોશ સ્ટેશન, પાણીની સુવિધા સાથે શૌચાલય, વોટર કૂલર, અદ્યતન સાયન્સ લેબ, બીએએલએ આર્ટવર્ક અને સ્કૂલ માટે સોલર લાઇટિંગ વિકસિત કરવામાં સહયોગ કર્યો. અભ્યાસમાં સુધારા માટે સ્ટેમ સેશન, વાચનને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમો, વોશ અને 5એસ જાગૃકતા, સેફ્ટી વર્કશોપ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત સામેલ હતી. એક જીપીએસ વિદ્યાર્થી નવોદવ વિદ્યાલય માટે સફળતાપૂર્વક ક્વોલિફાઇ થયો છે, જે શૈક્ષણિક સુવિધાઓમાં સુધારાને દર્શાવે છે. આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ (એએસપી) અને આઝાદ યુથ સ્પોર્ટ્સ ક્લબને સપોર્ટ કરાયો હતો. 40 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કબડ્ડી કોચિંગ અપાયું હતું, જેનાથી તેમણે પંચાયત, ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય-સ્તરની ટુર્નામેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલથી શિસ્ત, ફિટનેસમાં સુધારો થયો હતો તેમજ નુકશાનકારત આદતોથી યુવાનોને દૂર કરવામાં મદદ મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, માતા-પિતા અને શિક્ષકોની સક્રિય ભાગીદારીથી બંન્ને શાળાઓમાં હાજરી, પ્રેરણા, સ્વચ્છતા અને એકંદર શિક્ષણ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ વિકાસ માટે એક ટકાઉ મોડેલ બનાવે છે.

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા રુપી શાંતિ ની શોધ

પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના, કવન સો કાજ કઠિન જગ માહીં, જો નહીં હોઈ તાત તુમ્હ પાહીં. તુલસીદાસજી એ રામચરિત...

પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળ પ્રથમ સ્થાન પર, 51.13 મિલિયન ટન માલ લોડિંગ સાથે અમદાવાદ મંડળે ભારતીય રેલવેમાં પ્રાપ્ત કર્યું 8મું સ્થાન

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં વર્ષ 2025-26 દરમિયાન પરિચાલન કાર્યક્ષમતા, માલ અને યાત્રી પરિવહન, મહેસૂલ સુદ્રઢીકરણ અને પાયાની...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે મતદાન, 28મીએ મત ગણતરી

મનપા, નપા, તાલુકા-જિલ્લા પંચાયતની એક જ તબક્કામાં ચૂંટણી: આજથી આચારસંહિતાનો અમલ શરૂ ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી, લાખોનો દંડ ફટકારાયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે પંજાબ કિંગ્સ (PBKS)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને 3 વિકેટથી હરાવી દીધુ હતું. મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ...

પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં...

કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટરમાં વધારો ક્રેડિટ માર્કેટ ઇકોસિસ્ટમમાં સુધારાના સંકેત દર્શાવે છે

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે ગોલ્ડ લોનમાં નોંધાયેલી મજબૂત વૃદ્ધિના ટેકે, ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં, ભારતના ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (સીએમઆઈ)1 માં વાર્ષિક અને ત્રિમાસિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img