Tuesday, October 13, 2026
HomeAhmedabadજમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત 3 આતંકી...

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત 3 આતંકી ઠાર

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના 3 આતંકીઓને ઠાર કર્યા છે. વહેલી સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોની અથડામણ શરૂ થઈ. જેમાં 3 આતંકીઓ માર્યા ગયા. આ તમામ જૈશ એ મોહમ્મદ ના આતંકી છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની નાગરિક છે. કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે પુલવામાના ચાંદગામમાં અથડામણ દરમિયાન જૈશ એ મોહમ્મદના આતંકીઓને ઠાર કર્યા છે. જેમાંથી એક પાકિસ્તાની નાગરિક હતો.સુરક્ષાદળોને ગુપ્ત બાતમી મળી હતી કે પુલવામાના ચાંદગામ વિસ્તારમાં આતંકવાદી છૂપાયેલા છે. ત્યારબાદ અડધી રાતે ઓપરેશન શરૂ કરાયું. સુરક્ષાદળોએ આતંકીઓના શંકાસ્પદ ઠેકાણાને ઘેરી લીધુ અને તેમને બહાર આવવા જણાવ્યું. પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું. ત્યારબાદ સુરક્ષાદળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું અને આતંકીઓને ઠાર કર્યા. પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે અને જવાનો સર્ચ અભિયાન ચલાવી રહ્યા છે. કાર્યવાહી બાદ સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી બે M-4 કાર્બાઈન અને એકે સિરીઝની એક રાઈફલ મળી આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષના પહેલા પાંચ દિવસમાં આ પાંચમુ એન્કાઉન્ટર છે. અત્યાર સુધીમાં 8 આતંકીઓ માર્યા ગયા છે. પહેલા થયેલા ચાર એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતા. 1 જાન્યુઆરીએ કૂપવાડામાં સુરક્ષાદળોએ એક આતંકી ઠાર કર્યો હતો. ત્યારબાદ 3 જાન્યુઆરીના રોજ શ્રીનગરમાં જવાનોએ લશ્કરના કમાન્ડર સલીમ પર્રેને માર્યો હતો. આ ઉપરાંત એક વિદેશી આતંકી પણ માર્યો ગયો હતો. 4 જાન્યુઆરીના રોજ કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકી માર્યા ગયા. આજે વધુ 3 આતંકીઓ ઠાર થયા.  

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here