અમદાવાદમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ, માત્ર 14 દિવસમાં વાયરસે કહેર વરસાવ્યો

0
19
માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. Amc દ્વારા આજે પણ નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા
માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. Amc દ્વારા આજે પણ નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા

અમદાવાદ :અમદાવાદ માં કોરોનાના નવા 1290 કેસ નોંધાયા છે, તો શહેર અને જિલ્લાના મળી એક દિવસમાં 1314 કેસ નોંધાયા છે. શહેરમાં અતિ મોટો કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ અતિ મોટો વધારો થયો છે. Amc દ્વારા આજે પણ નવા 21 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 86 પર પહોંચી ગઈ છે. 

22 ડિસેમ્બર, 2021 ના રોજ અમદાવાદ શહેરમાં માત્ર એક માઇક્રો કન્ટાઇનમેન્ટ ઝોન હતું અને 5 જાન્યુઆરી સુધીમાં 85 સુધી પહોંચ્યા છે. એટલે કે 14 દિવસમાં 85 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો થયો છે. આ સાથે અમદાવાદ શહેરમાં નવા 21 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા છે. એટલે અમદાવાદ શહેરમાં 203 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે, જેમાં રામોલમાં 28, બોપલના પલક એલિનામાં 20 મકાનો પણ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે. 

અમદાવાદ શહેરના સેટેલાઈટના શ્યામ વૃંદ એપાર્ટમેન્ટમાં 4 મકાનમાં 19 વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝ્યુરીયઝમાં 4 મકાનમાં 21 વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં 8 મકાનમાં 13 વ્યક્તિ, શાહિબાગના શિલાલેખમાં 8 મકાનમાં 33 વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં 12 મકાનના 57 વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં 28 મકાનમાં 113 વ્યક્તિ, ઘોડાસરના મધુવન પ્લેટમાં 16 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના પલક એલિનામાં 20 મકાનમાં 62 વ્યક્તિઓને માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છએ. 

તો, કૂદકેને ભૂસકે વધી રહેલા કોરોના કેસને પગલે અમદાવાદ મનપાની આરોગ્ય ટીમ એક્ટિવ મોડમાં આવી ગયુ છે. તમામ કન્ટેઇમેન્ટ ઝોનમાં ઘરે જઇને દવાની કીટ પણ આપશે તથા માઇક્રો કન્ટાઈનમેન્ટ ઝોનમાં આરોગ્યની ટીમ સર્વેલન્સ અને ટેસ્ટીગનું કામ હાથ ધરશે.