Tuesday, October 13, 2026
HomeGujaratભાજપે ગઢ સાચવ્યો : 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ, 59 પર...

ભાજપે ગઢ સાચવ્યો : 1 મનપા અને 66 નગરપાલિકાનું રિઝલ્ટ, 59 પર ભાજપની સત્તા : જૂનાગઢમાં ભાજપે હેટ્રીક સાથે રેકોર્ડ બનાવ્યો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસની ફરી નામોશી થઈ છે. જ્યારે બે મોટા અપસેટ થયા છે. જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે. જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે.મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે.66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું છે. જે 2018ની સરખામણીમાં 3.35 ટકા ઓછું છે. એકંદરે વર્ષ 2018માં 75 નગપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. નગરપાલિકાની 1844 બેઠકમાંથી 167 બેઠક બિન હરીફ થતા 66 પાલિકાઓની 1677 બેઠક માટે 4374 ઉમેદવારો માટે મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિન હરિફમાંથી ભાજપની 162, કોંગ્રેસની 1 અને અન્ય 4 સીટ બિન હરીફ થઈ છે. ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણા નગરપાલિકાને લઈ કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈ જયેશ રાદડિયાની રહી છે.ગુજરાતના જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે. જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી ઓછુ મતદાન જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નોંધાયુ હતું. આ વખતે જૂનાગઢમાં માત્ર 40 ટકા જ મતદાન થયું હતું. જ્યારે ચોરવાડમાં સૌથી વધુ 76 ટકા મતદાન નોંધાયુ હતું. ગુજરાતમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન થયુ હતું. જૂનાગઢની માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો દેખાવ 50-50 રહ્યો હતો. બંનેના ફાળે 15-15 બેઠકો આવી.જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 60 બેઠકોમાંથી આઠ બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ હતી. જ્યારે રાજ્યની 66 નગરપાલિકાઓમાંથી કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા. અર્થાત કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ રહી હતી, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 4 બેઠક અન્યને મળી છે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here