Thursday, August 20, 2026
HomeIndiaCBSEએ વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય, રજિસ્ટ્રેશનના નિર્દેશ પણ જાહેર

CBSEએ વિદ્યાર્થીઓ માટે લીધો મોટો નિર્ણય, રજિસ્ટ્રેશનના નિર્દેશ પણ જાહેર

Date:

Related stories

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

શિવ કહે છે, સર્ગ,પાલન,સંહાર, તિરોભાવ,અને અનુગ્રહ આ પાંચ જગત...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

CBSE સ્કૂલોમાં 9મા અને 11મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને 16મી ઓક્ટોબર સુધી ચાલશે. તેના માટે રજીસ્ટ્રેશન વિન્ડો ખુલ્યા બાદ સ્કૂલો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે વિદ્યાર્થીઓની જન્મ તારીખ ભરતી વખતે સ્કૂલોએ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2025-26ની વાર્ષિક પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરતા પહેલા નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.બોર્ડે કહ્યું કે હવે વિદ્યાર્થીઓની જન્મ તારીખ નોંધવાની પેટર્નમાં ફેરફાર કરવો પડશે. તે પ્રમાણે જન્મતારીખનો દિવસ અને વર્ષ નંબરોમાં લખવામાં આવશે, જ્યારે મહિનો અક્ષરોમાં લખવામાં આવશે. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થીની જન્મ તારીખ 1લી ફેબ્રુઆરી 2005 છે તો તેને 01-FEB-2005 તરીકે નોંધવામાં આવશે.

બોર્ડે આ વખતે બીજા પણ કેટલાક ફેરફાર કર્યા છે. હવે એક વખત વિદ્યાર્થીનો ડેટા બોર્ડને મોકલી દીધા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. આ પહેલા સ્કૂલ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અથવા તો તેમના માતાપિતાની વિનંતી પર જન્મ તારીખ અથવા નામમાં સુધારો કરી દેતી હતી. આ પ્રક્રિયાને કારણે બોર્ડને ડેટા સુધારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ સુધારો પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ જ કરી શકશે. આ ફેરફારથી CBSE ને ડેટા મેનેજમેન્ટમાં સરળતા રહેશે અને પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ રીતે ચાલશે.CBSEના આ ફેરફાર પાછળનો ઉદ્દેશ્ય જન્મતારીખની નોંધણી કરવામાં થતાં ભ્રમ ઘટાડવાનો છે. સ્કૂલોએ પણ બોર્ડના આ નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પહેલા આખી જન્મતારીખ અંકોમાં નોંધવામાં આવતી ત્યારે ઘણી ગેરસમજ થતી હતી. ખાસ કરીને દેશના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ તારીખના ફોર્મેટ (DD-MM-YY અને MM-DD-YY)નો ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે એ નક્કી કરવું મુશ્કેલ બની જતી હતું કે, જન્મતારીખ કયા ફોર્મેટમાં લખવામાં આવી છે.

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

તુલસી જયંતિની વૈશ્વિક સ્તરે ઉજવણીઃ ભારતની બહાર પહેલીવાર ઉજવણી...

કેમ્બ્રિજ, મેસેસ્યુસેટ્સ, 19 ઓગસ્ટ, 2026: પરમ પૂજ્ય મોરારી બાપૂની...

ગૌતમ અદાણી પરિવાર સાથે મહુડી જૈન મંદિરની મુલાકાતે ગયા,...

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આજે ​​સવારે ગુજરાતના ગાંધીનગર...

શિવ કહે છે, સર્ગ,પાલન,સંહાર, તિરોભાવ,અને અનુગ્રહ આ પાંચ જગત...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here