ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ, પ્રિયંકા ગાંધીએ કહ્યું – સમગ્ર દેશની નજર કોંગ્રેસ પર

0
9
12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઇ, કુલ 3970 કિલોમીટરની પગપાળા મુસાફરી
ભારત જોડો યાત્રાની શરૂઆત 7 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતમાંથી થઈ હતી

નવી દિલ્હી : શ્રીનગરમાં ભારત જોડો યાત્રાનો સમાપન સમારોહ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન હિમવર્ષા વચ્ચે જ આ સમારોહ યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સમારોહમાં હાજર લોકોને સંબોધતા કહ્યું હતું કે હવે દેશની નજર કોંગ્રેસ પર છે. કાશ્મીર ચાલીને આવવું તે ઘર જેવું જ લાગ્યું. નફરતની રાજનીતિથી કોઈનું ભલું નહીં.  તેમણે કહ્યું કે ભારત યાત્રાને સંપૂર્ણ સમર્થન મળ્યું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે રાહુલની આ યાત્રા ચૂંટણીલક્ષી નહોતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન આજે શ્રીનગરમાં થવા જઈ રહ્યું છે.  તેના માટે આયોજિત સમાપન સમારોહમાં સામેલ થવા માટે 12 વિપક્ષી દળોને આમંત્રણ અપાયું છે. જોકે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને અમુક રાજકીય પક્ષોએ સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. ભારત જોડો યાત્રાની શરુઆત 7 સપ્ટેમ્બરે દક્ષિણ ભારતથી કરાઈ હતી. જેમાં કુલ 3970 કિલોમીટરની પગપાળા યાત્રા કરવામાં આવી. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈ હતી.  આ દરમિયાન શ્રીનગર પહોંચીને રાહુલ ગાંંધીએ ભારત જોડો યાત્રામાં લાલચોક પર તિરંગો પણ ફરકાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી), સમાજવાદી પાર્ટી(સપા)અને ટીડીપી એ પાર્ટીઓમાં સામેલ છે જે આ સમારોહમાં ભાગ નહીં લઈ લે. જોકે આ સમારોહમાં ભાગ લેનારા પક્ષોમાં સ્ટાલિનના નેતૃત્વ હેઠળની ડીએમકે, શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી, તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળની આરજેડી, નીતીશ કુમારના નેતૃત્વવાળી જેડીયુ, ઉદ્ધવની શિવસેના, સીપીઆઈ(એમ), સીપીઆઈ, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, કેરળ કોંગ્રેસ, ફારુક અબ્દુલ્લાહની નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને શિબુ સોરેનની ઝામુમો સામેલ છે.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા પણ શનિવારે ભારત જોડો યાત્રામાં ભાઈ રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. કથિત સુરક્ષા ચૂક મામલે શુક્રવારે ભારત જોડો યાત્રા રદ કરાયા બાદ અવંતીપોરાના ચેરસૂ ગામથી તેને ફરી શરૂ કરાઈ હતી. તેના પછી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તી પણ આ યાત્રામાં જોડાયા હતા.