ભારતમાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં 16,738 લોકો થયા સંક્રમિત, 138 દર્દીઓેએ જીવ ગુમાવ્યો

0
23
સોમવારે, કોરોના ચેપના મૃત્યુઆંક 197 નોંધાયા હતા, જ્યારે રવિવારે, કોરોનાને કારણે 213 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
સોમવારે, કોરોના ચેપના મૃત્યુઆંક 197 નોંધાયા હતા, જ્યારે રવિવારે, કોરોનાને કારણે 213 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

 દેશમાં કોરોના વાયરસનું સંકટ ફરી વધતું જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 9 હજારને પાર થઈ ગઈ છે. તેના કારણે પડોશી રાજ્યો સહિત દિલ્હીમાં ચિંતા વધી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,738 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 138 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,46,914 થઈ ગઈ છે. કોરોનાના રોજેરોજ નોંધાતા કેસોમાં ભારત ચોથા નંબર પર પહોંચી ગયું છે. એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 15મા સ્થાન પર આવી ગયું છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં નોંધાઈ છે. મોતના મામલામાં અમેરિકા, બ્રાઝીલ અને મેક્સીકો બાદ ભારતનો નંબર આવે છે.