ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા; હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી

0
12
ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હી માં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ છે.
ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હી માં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ છે.

ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધમાં દિલ્હીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે દિલ્હી માં દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ છે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાજર છે. રઘુ શર્મા,  ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક સહિતના ધારાસભ્યો રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામની પસંદગી થઈ શકે છે. જેમાં હાર્દિક પટેલ ના નામની ચર્ચા જોરમાં છે. પરંતુ આ હાર્દિક પટેલને લઈને ભરતસિંહ સોલંકી જૂથની નારાજગી સામે આવી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતાગીરી વગરનું છે. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રસને ફરીથી બેઠી કરવા માટે તથા સંગઠનમાં નવી નિમણૂંકો કરવાનુ નક્કી કર્યું છે. આ માટે અનેક નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનાવવા માટે હાર્દિક પટેલ પ્રબળ દાવેદાર ગણાય છે. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં હાર્દિક પટેલના નામની ચર્ચા થઈ હતી. પરંતુ પક્ષના અનેક નેતાઓ આ નિર્ણયની વિરુદ્ધ છે. ભરતસિંહ સોલંકી , નરેશ રાવલ, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા સહિતનાએ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસનું સુકાન નહીં સોંપવા માટેની ભાર પૂર્વક રજુઆતો કરી હતી. એટલું જ નહીં. હાર્દિકને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ થઈ શકે છે તેવા ભય સાથેની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, આ મામલે દિલ્હી હાઈકમાન્ડે કોઈ નિર્ણય લીધો નથી. પક્ષની કમાન કોના હાથમાં સોંપવી તે અંગે હજી કોઈ ઉકેલ આવ્યો નથી.