ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર ટોસિલિઝૂમેબ આપ્યું, ગઠિયાઓએ 2.30 લાખમાં વેચ્યું

0
47
અશ્વિને પ્રિસ્ક્રીપ્શન વગર ઇજેક્શન વેચ્યું હતું. અઠવાડિયા પહેલા શહેરના વેસુ ચાર રસ્તા ખાતે મૈત્રીય હોસ્પિટલ પાસે પોલીસે 40 હજારનું ટોસિલિઝુમેબ ઇજેકશન 2.70 લાખમાં આપવા આવેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેતલ કથીરીયાના પિતા રસીક કથીરીયાને ઝડપી લીધા હતી
અશ્વિને પ્રિસ્ક્રીપ્શન વગર ઇજેક્શન વેચ્યું હતું. અઠવાડિયા પહેલા શહેરના વેસુ ચાર રસ્તા ખાતે મૈત્રીય હોસ્પિટલ પાસે પોલીસે 40 હજારનું ટોસિલિઝુમેબ ઇજેકશન 2.70 લાખમાં આપવા આવેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેતલ કથીરીયાના પિતા રસીક કથીરીયાને ઝડપી લીધા હતી

સુરતના મેડિકલ સ્ટોર સંચાલકને ‘ધરમ કરતા ધાડ પડી,’ જો તમે મેડિકલ સ્ટોર સંચાલક હોવ તો ચોક્કસ વાંચજો કેવી મુસીબતમાં મૂકાયો વેપારી

સુરત : સુરતમાં  ટોસિલિઝુમેબઇજેક્શનની કાળા બજારીના કેસમાં વધુ એકની ધરપકડ કરાઈ છે. અઠવાગેટની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની મેડિકલ ઓફિસર ડો.હેતલ કથિરિયા દ્વારા કરાયેલા ટોસિલિઝુમેબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણમાં  ડો.શૈલેષ વાળાએ પ્રિસ્ક્રીશન વગર પીપલોદમાં લેકવ્યુ મેડીકલ સ્ટોર્સ ચલાવતા અશ્વિન સાવલીયા પાસેથી ઇજેકશન લીધું હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસ તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાશહેરમાં ટોસિલિઝુમેબ ઇજેક્શનની કાળા બજારીના કેસમાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ એક પછી એક ધરપકડનો દોર શરૂ કરતા આજે પીપલોદ ખાતે લેકવ્યુ મેડિકલ સ્ટોર્સ ધરાવતા સંચાલક અશ્વિન સાવલીયાની ધરપકડ કરી હતી. અશ્વિને પ્રિસ્ક્રીપ્શન વગર ઇજેક્શન વેચ્યું હતું. અઠવાડિયા પહેલા શહેરના વેસુ ચાર રસ્તા ખાતે મૈત્રીય હોસ્પિટલ પાસે પોલીસે 40 હજારનું ટોસિલિઝુમેબ ઇજેકશન 2.70 લાખમાં આપવા આવેલા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની ડોક્ટર હેતલ કથીરીયાના પિતા રસીક કથીરીયાને ઝડપી લીધા હતી.બાદમાં ઉમરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા એક પછી એક ધરપકડનો દોર શરૂ થયો હતો. પિતાની ધરપકડ બાદ ઉમરા પોલીસે ડો.હેતલ કથીરીયા અને વ્રજેશ હેમંતકુમાર મહેતાની ધરપકડ કરી હતી. જેની તપાસમાં ઉમરા પોલીસે અમૃત્તમ હોસ્પિટલના કર્મચારી પંકજ રામાણીની પણ ધરપકડ કરી હતી.