Saturday, July 18, 2026
HomeBusinessક્રિપ્ટો F&O વોલ્યુમ દૈનિક $5 બિલિયનના વિક્રમી સ્તરે સ્પર્શતા ડેલ્ટા એક્સચેન્જમાં મજબૂત ભાગીદારી જોવા મળી

ક્રિપ્ટો F&O વોલ્યુમ દૈનિક $5 બિલિયનના વિક્રમી સ્તરે સ્પર્શતા ડેલ્ટા એક્સચેન્જમાં મજબૂત ભાગીદારી જોવા મળી

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

ભારતના અગ્રણી ક્રિપ્ટો ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) એક્સચેન્જ ડેલ્ટા એક્સચેન્જે, જાન્યુઆરી 2026 સુધીમાં સરેરાશ $5 બિલિયનનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવ્યું છે, જે સમગ્ર ભારતમાં ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝની ઝડપી સ્વીકૃતિ દર્શાવે છે. ક્રિપ્ટોની આ ઝડપી ગતિ અને વ્યાપક સ્વીકૃતિમાં ઈક્વિટી, કોમોડિટી અને ઓપ્શન્સમાં ટ્રેડિંગની મજબૂત પરંપરા માટે જાણીતાં અમદાવાદનો હિસ્સો નોંધપાત્ર છે, જે હવે તેની આ કુશળતાને ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝમાં પણ ઝડપથી વિસ્તારી રહ્યું છે. સક્રિય રિટેલ ટ્રેડર્સ, ફેમિલી ઓફિસીસ અને પ્રોપ્રાયટરી ડેસ્ક્સના વધતા બેઝ સાથે, અમદાવાદ ડેરિવેટિવ્ઝ પાર્ટિસિપેશન માટે ભારતના સૌથી પરિપક્વ બજારોમાંના એક તરીકે ઉભરી રહ્યું છે.

ડેલ્ટા એક્સચેન્જમાં ટ્રેડર્સ ક્રિપ્ટોની માલિકી લીધા વગર ક્રિપ્ટો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડ કરી શકે છે. તેમાં તમામ કોન્ટ્રાક્ટ્સનું સેટલમેન્ટ ભારતીય ચલણમાં કરવામાં આવે છે અને માત્ર ભારતીય ચલણમાં જ થાપણો સ્વીકારવામાં આવે છે, જેને ભારતીય બેંકો પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. જોખમ અંગે હંમેશ સાવધ અને સજાગ રહેતાં તથા નિયમન આધારિત અને મૂડી-કાર્યક્ષમ રોકાણ સાધનોની પસંદગી કરતાં અમદાવાદના ટ્રેડર્સ માટે આ માળખું સંપૂર્ણ સાનુકૂળ છે. માર્જિનની નીચી આવશ્યકતાઓ, મૂડીની કાર્યક્ષમતાને બહેતર બનાવે છે, જે આ પ્લેટફોર્મને શહેરના હાઈ-ફ્રીક્વન્સી અને ઓપ્શન્સ ટ્રેડર્સ માટે વધુ આકર્ષક બનાવે છે.

અલ્ગો માર્કેટપ્લેસ એ ડેલ્ટા એક્સચેન્જની તદ્દન નવી સુવિધા છે, જે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ, નિયમ-આધારિત વ્યૂહરચનાઓ દ્વારા ક્રિપ્ટો ટ્રેડિંગમાં ભાગ લેવાની એક નવી પદ્ધતિ છે. ગ્રાહકો વેરિફાઈડ ટ્રેડર્સ અને ક્રિએટર્સ દ્વારા તૈયાર કરાયેલી સ્ટ્રેટેજીસ શોધવા ઉપરાંત  પરફોર્મન્સ ડેટાની સમીક્ષા કરી શકે છે, નજીવી સેકન્ડ્સમાં સ્ટ્રેટેજીસ સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને તે સ્ટ્રેટેજીસને તેમના વતી ટ્રેડ એક્ઝિક્યુટ કરવા દઈ શકે છે.

એક્સચેન્જે,  AI-સંચાલિત આસિસ્ટન્ટ API કોપાયલટ પણ લોન્ચ કર્યું છે, જે વપરાશકર્તાઓને ટ્રેડિંગ API કોડ જનરેટ કરવામાં અને સરળ પ્રોમ્પ્ટ્સ દ્વારા વર્કફ્લો નેવિગેટ કરવામાં મદદ કરે છે, જે પ્રોગ્રામિંગનું જ્ઞાન નહીં ધરાવતાં ટ્રેડર્સ માટે પણ અદ્યતન ટ્રેડિંગ ટૂલ્સ ઉપલબ્ધ બનાવે છે.

અમદાવાદના વધતાં મહત્વ વિશે બોલતાં ડેલ્ટા એક્સચેન્જના સહ-સ્થાપક અને સીઈઓ પંકજ બાલાનીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ સૌથી ઝડપી ડેરિવેટિવ્ઝ બજારો પૈકીના એક તરીકે ઉભરી રહ્યું છે. અમે ટ્રેડર્સની ભાગીદારીમાં નોંધપાત્ર ઉછાળો જોઈ રહ્યા છીએ. આ વૃદ્ધિ સીમલેસ INR ઓન-રેમ્પ્સ સાથે પારદર્શક, સુસંગત અને હાઈ-પરફોર્મન્સ પ્લેટફોર્મ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. અમારું માનવું છે કે અમદાવાદ ભારતના અત્યાધુનિક ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સની આગામી લહેરને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ડેલ્ટા એક્સચેન્જ એડવાન્સ્ડ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સમાં સુરક્ષિત, સ્કેલેબલ એક્સેસ અને ઓછી ફી ઉપલબ્ધ બનાવીને ભારતની ક્રિપ્ટો ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે. અલ્ગો માર્કેટપ્લેસ, API કોપાયલટ જેવાં નવા સંશોધનો, તેના ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓફરિંગની સાથે, અમદાવાદ જેવા ઉભરતાં નાણાકીય કેન્દ્રમાં ક્રિપ્ટો F&O ટ્રેડિંગની ઉત્ક્રાંતિને સમર્થન આપવા માટે પ્લેટફોર્મની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here