શૂટિંગ પાછળ 70 કરોડ રૂ.નો ખર્ચ છતાં મેડલ નહીં, એક ખેલાડી ફાઇનલમાં પહોંચ્યો

0
17
કાંસ્ય જીતનાર બજરંગ પુનિયાએ તૈયારીમાં ટોપ સ્કીમ મારફતે 2.06 કરોડ ખર્ચ કર્યા
કાંસ્ય જીતનાર બજરંગ પુનિયાએ તૈયારીમાં ટોપ સ્કીમ મારફતે 2.06 કરોડ ખર્ચ કર્યા

ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 કાંસ્ય પદક જીતીને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. પણ ભારતની વસ્તી જોતા આ મેડલ ખાસ ન કહેવાય. વસ્તી પ્રમાણે સૌથી મોટો દેશ ચીને 38 ગોલ્ડ સહિત 88 મેડલ જીત્યા અને બીજા નંબર પર રહ્યું. ભારત મેડલ ટેબલમાં 48 નંબર પર રહ્યું અને 41 વર્ષ બાદ ટોપ 50માં જગ્યા બનાવી. જોકે આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ પર હંમેશાની જેમ વધુ ખર્ચો કરવામાં આવ્યો. તેમ છતાં મેડલની સંખ્યામાં સામાન્ય વધારો થયો. આ વખતે સૌથી વધુ અપેક્ષા શૂટિંગમાં હતી પણ 15 સભ્યોની ટીમે નિરાશ કર્યા. ભારતનો માત્ર એક નિશાનેબાજ (સૌરભ ચોધરી) ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો હતો. શૂટિંગ પર લગભગ 70 કરોડનો ખર્ચો થયો. છતાં એક પણ મેડલ જીતી ન શક્યા. તો સિલ્વર જીતનાર મીરાબાઈ ચાનુની તૈયારી પર 2.50 કરોડ ખર્ચો થયો. ટોપ સ્કીમ હેઠળ બજરંગ પુનિયા પર 2.06 કરોડનો ખર્ચો થયો જ્યારે વિનેશ ફોગાટ પર 1.81 કરોડ. રેસલર બજરંગે કાંસ્ય પદક જીત્યો. આ ભારતનું ઓલિમ્પિકમાં આ રમતમાં સતત ચોથા ઓલિમ્પિકમાં મેડલ છે. ભારતે ઓલિમ્પિકની તૈયારી માટે લગભગ 3500 કરોડ ખર્ચ કર્યા છે. આ બ્રિટનથી ત્રણ ગણું ઓછું છે.ભારત રમતમાં એટલું જ ખરાબ છે જેટલું સ્વાસ્થ્યની પ્રાથમિક સુવિધામાં અને શિક્ષણના ખર્ચના કેસમાં છે. 2019-20 ના આંકડા પ્રમાણે, દેશની જીડીપીના માત્ર 3.1% શિક્ષણ અને 5% થી ઓછું સ્વાસ્થ્ય પર ખર્ચ થાય છે. રમતમાં હાલત તેનાથી પણ ખરાબ છે. 2020-21 ના પ્રી-કોવિડ બજેટ પ્રમાણે જીડીપીના માત્ર 0.01% રમત પર ખર્ચો કરાય છે. એક રિપોર્ટ પ્રમાણે, 2017-18માં સરકારે રમત પર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ માત્ર 3 પૈસા ખર્ચ કરે છે. તેની સામે ચીનમાં રમત પર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 6.10 રૂ.નો ખર્ચ થાય છે. ચીન રમત પર વાર્ષિક લગભગ 3 લાખ કરોડ ખર્ચ કરે છે. તો 2021-22 માં ભારતનું બજેટ 2826.92 કરોડ હતું. રમતને કારકિર્દી તરીકે પણ જોવામાં નથી આવતું.​​​​​​​