સંરક્ષણ સાધનોના ઉત્પાદનનું હબ બનશે ધોલેરા

0
184

વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ પહેલા ધોલેરા સર માટે ખાસ સમિટ યોજવા સરકારની તૈયારી.

ગુજરાત સરકાર દ્વારા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેટ રીજીયનને સંરક્ષણ સાધનોમાં ઉત્પાદનનું હબ બનાવવા પ્રયાસો હાથ ધરી વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ પહેલા ધોલેરા ‘સર’માટે ખાસ સમિટ યોજવા તૈયારીઓ શરુ કરી છે.

અમદાવાદથી ૧૧૦ કિલોમીટર દુર આવેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન સરક્ષણ સાધનોના ઉત્૫ાદન કેન્દ્ર માટે વિશાળ જમીન વિસ્તાર ધરાવતું હોય સરકાર દ્વારા આ દિશામાં ગંભીર પણે વિચારણા કરી રહ્યું છે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલોપમેન્ટ લીમીટેડના મેનેજીંગ ડીરેકટર જયપ્રકાશ જીવહરેએ જણાવ્યું હતું કે ધોલેરા સરને સરક્ષણ સાધનોના હબ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર આવા ઉત્પાદકોને વિશાળ જમીન ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે તાજેતરમાં ચેન્નઇ ખાતે યોજાયેલ ડીરેન્સ કોન્ફલેવમાં ગુજરાત સરકાર વતી તેઓ હાજર રહ્યા હતા. અને દેશના સરક્ષણ સાધનાના ઉત્૫ાદકોએ ધોલેરા સરમાં રોકાણ કરવા ઉત્સુકતા દાખવી હતી.

આ ઉપરાંત અમેરીકાની ડીયેમ્લ અને એરોસ્પેસ જાયન્સ કંપની લોક હીડ માર્ટીન દ્વારા ધોલેરામાં બેટરી અને પ૦૦૦ મેગાવોટ વિજળી પ્લાંટ સ્થાપવા તૈયારી દર્શાવી હતી અને આગામી જુન માસમાં અમરેકી કંપનીનું પ્રતિનિધિ મંડળ ધોલેરા સરની મુલાકાતે આવી રહ્યું હોવાનું તેમણે ઉર્મેર્યુ હતું.

બીજી તરફ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ પણ ધોલેરા સરને સરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્ર તરીકે વિકસાવવા આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ પૂર્વ ધોલેરા માટે પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટ યોજનાની તૈયારી ચાલી રહી હોવાનું ઉમેર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ધોલેરા સર માટે અનેક કંપનીઓએ પ્રોજેકટ સ્થાપવા ઉત્સુકતા દાખવી છે જેમાં પાવર કંપનીઓથી લઇ અન્ય મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com