રોડ પર ડીઝલની રેલમછેલ: દાદરા નગર હવેલીમાં ડીઝલનું ટેન્કર પલટી ગયું, લોકો કેરબા ભરી ભરીને લઇ ગયા

0
28
. ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ અંદર રહેલ ડીઝલ લીકેજ થયું હતું
. ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ અંદર રહેલ ડીઝલ લીકેજ થયું હતું

રાજ્યનાં પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીનાં નરોલી નજીક જાહેર માર્ગ પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાંથી ડીઝલ રસ્તા પર ઢોળાયો હતું. જેથીથી  જાણે જાહેર રસ્તા પર ડીઝલ ની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ટેન્કર પલટી મારતા રોડ પરથી પાણીની જેમ ડીઝલ વહી રહ્યું હતું. આથી આસપાસના લોકો રસ્તા પરથી વહેતા ડીઝલને ભરવા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ સેલવાસ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.બનાવની વિગત મુજબ દાદરાનગર હવેલીના નરોલી સેલવાસ રોડ પર મુંબઈથી સેલવાસ પેટ્રોલ પંપમાં ડીઝલ આપવા આવી રહેલ ડીઝલ ભરેલા ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ટેન્કર ચલાવતા. ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી મારતા જ અંદર રહેલ ડીઝલ લીકેજ થયું હતું.હજારો લીટર ભરેલું ડિઝલ ટેન્કર માંથી લીકેજ થતાં રસ્તા ઉપર જાણે ડીઝલની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતા જ આસપાસનાં લોકો પણ ઉઠ્યા હતા.જો કે રસ્તા પર ડીઝલ વહેતુ  જોઈએ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી રસ્તા પરથી વહેતા ડીઝલને વાસણો અને  કેરબામાં  ભરવા માટે પડાપડી કરી હતી.