ડૉક્ટર ડે : ચારેય લહેરમાં સુરતમાં 1026 ડોક્ટરો થયા કોરોના સંક્રમિત

0
7
ગ્રામ્યમાં સારી આરોગ્ય સેવા માટે ડૉકટરોની નિમણૂંક જરુરી
દર વર્ષે પહેલી જુલાઈએ સમગ્ર ભારત દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે પહેલી જુલાઈએ સમગ્ર ભારત દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જેહમત ઉઠાવી રહ્યા છે. આવા સંજોગોમાં સુરતમાં કોરોનાની ચારે લહેરમાં ફ્રન્ટ લાઈન કોરોના યોદ્ધા એવા 1026 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા હતા. જયારે હાલમાં ચોથી લહેરમાં 10 ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.સુરત શહેરમાં કોરોના દર્દીઓને સંખ્યા કુદકે ભુસકે વધી રહી છે. જેથી કોરોના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરવુ, વારંવાર હાથ ધોવા અને સેનેટાઈઝરથી હાથ ધોવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરે છે છતા કેટલાક લોકો કોરોના અંગે સાવચેતીન અને તકેદારી રાખતા ન હોવાથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. જયારે સુરત સિટમાં કોરોના ચારે લહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 163,016 અને સુરત જીલ્લમાં 43007 મળી કુલ 206,023 દર્દીઓ ઝપેટમાં આવ્યા હતા. જોકે કોરોના સપડાયેલા દર્દીઓને ડોક્ટરો, નસગ સ્ટાફ સહિતનો સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મુકી અને ચેપ લાગવાનો ભય વગર ખડેપગે સેવા આપી રહ્યા છે. જેથી સિટીમાં અત્યાર સુધીમાં 160,853 અને જીલ્લામાં 42,333 મળી કુલ 203,186 દર્દીઓને કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી છે. જયારે અત્યાર સુધીમાં સિટીમાં 1681 અને જીલ્લમાં 599 મળી કુલ 2240 દર્દી મોતને ભેટયા હતા.નોધનીય છે કે કોરોનાની પ્રથમ લહેરમાં 659 , બીજી લહેરમાં 340 તથા ત્રીજી લહેરમાં 17 ડોકટરો ઝપેટમાં આવ્યા હતા. જોકે હાલની ચોથી લહેરમાં 10 ડોક્ટરો મળી કુલ 1026 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યુ હતુ. જોકે હાલમાં કોરોનાની ચોથી લહેરમાં કોરોના કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેથી ધણા દર્દી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવા સમયે સિવિલના 10 ડોકટરો કોરોના સંક્રમિત બન્યા છેકોરોના બાદ લોકોમાં સ્વસ્થાય અંગે જાગૃતિ થઇ રહ્યા છે. લોકો બિમારી ન થાય તેમજ તેમની તંદુરસ્ત સારૃ રહે, તે માટે હેલ્ધી લાઇફ સ્ટાઇલ એપનાવુ જોઇએ, શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ પ્રકારના જરૃરી ડોકટરો નિમૂર્ણક થવી જોઇએ, તેથી ત્યાં આરોગ્ય સેવા સારી મળે. એવુ ડોકટરે કહ્યુ હતુ.