દિવાળી વેકેશનમાં સોમનાથ મંદીરને એક અઠવાડિયામાં થઇ રૂ. 1 કરોડ 35 લાખની આવક

0
20
સોમનાથ મહાદેવનાં આ દ્રશ્યો કરોડો હિન્દુઓનાં આસ્થાનાં કેન્દ્ર અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પટાંગણના છે
સોમનાથ મહાદેવનાં આ દ્રશ્યો કરોડો હિન્દુઓનાં આસ્થાનાં કેન્દ્ર અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પટાંગણના છે

 દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકોએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી કરોડો ભાવિકોએ દાદા સોમનાથના દર્શન કર્યા છે.આ દ્રશ્યો કરોડો હિન્દુઓનાં આસ્થાનાં કેન્દ્ર અને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પટાંગણના છે આમ તો, ગત ઘણા વર્ષો ગુજરાત અને કેન્દ્ર સરકારનાં અનેક પ્રસાદ યોજનાઓ અને અનેક દાતા ઓના સહયોગના પ્રભાસ ક્ષેત્ર મહાદેવનાં દર્શનની સાથે સાથે યાત્રાધામ તરીકે ઓળખાવવા લાગ્યું છે.મહાદેવ સદીઓથી અહીં બિરાજમાન છે. પરંતુ યાત્રીઓની સુવિધા ઓની બબાત ને લઈ છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ ગાથા એ વેગ પકડતા સોમનાથની ભૂમિ હવે વેકેશન અને તહેવારો સમયગાળામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોન ને કારણે મોટેભાગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બંધ જેવું જ હતું.અનલોક સમય દરમિયાન પણ ચુસ્ત નિયમો સાથે મંદિર ભક્તો માટે ખુલ્યું કરવામાં આવ્યું હતું. અને ભાવિકો પણ નહિવત આવતા હતા. પરંતુ મહાદેવની કૃપાથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું અને હળવો પણ પડ્યો. આથી દીપાવલીના તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓનો મહાસાગર સોમનાથ દર્શને ઉમટ્યો હતો.