Dwarka Drugs Update: મોડી રાત્રે સર્ચ-ઓપરેશનમાં વધુ 46 કિલો ડ્રગ્સ પકડાયું, ત્રણની ધરપકડ

0
20
ગત રોજ દ્વારકા પોલીસે કરોડો રૂપિયાનું 17 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું જેમાં હેરોઇન અને એમડી ડ્રગ્સ દરિયાઇ માર્ગે આવ્યાનું ખુલ્યું છે
ગત રોજ દ્વારકા પોલીસે કરોડો રૂપિયાનું 17 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું જેમાં હેરોઇન અને એમડી ડ્રગ્સ દરિયાઇ માર્ગે આવ્યાનું ખુલ્યું છે

ગુજરાતની સ્થિતિ જાણે ‘ઉડતા પંજાબ’ જેવી થતી હોય તેવાં બનાવો સામે આવી રહ્યાં છે. ગત રોજ દ્વારકા પોલીસે કરોડો રૂપિયાનું 17 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું જેમાં હેરોઇન અને એમડી ડ્રગ્સ દરિયાઇ માર્ગે આવ્યાનું ખુલ્યું છે. હવે આ કેસમાં વધુ વળાંક સામે આવ્યાં છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વધુ 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. 17 કિલો પહેલાં અને 46 કિલો મોડી રાત્રે મળીને કુલ 63 કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે. આ પહેલાં રાજ્યનાં મુન્દ્રા પોર્ટ પર 21 હજાર કરોડનું કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું.

ડ્રગ્સ મામલે ત્રણ આરોપીની ધરપકડ 
મુન્દ્રા પોર્ટ બાદ હવે દ્વારકામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે. ગત રોજ દ્વારકામાં ડ્રગ્સ મળી આવવા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અલી અને સલીમ કારાનાં ઘરે સર્ચ કરવામાં આવ્યું. સલીમ અને અલી કારાનાં ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે. આજે પકડાયેલા ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.