નિકાસમાં વધારો: ભારતે 400 અબજ ડોલરનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કર્યો

0
7
ભારતે 400 અબજ ડોલરના માલસામાનની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે
ભારતે 400 અબજ ડોલરના માલસામાનની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે

કોરોના મહામારી બાદ દેશમાંથી થતી નિકાસમાં સતત વધારો જોવા મળ્યો છે. જોકે નિકાસની સાથે આયાતમાં પણ ઝડપી વૃદ્ધિ થઇ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનો, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ જેવા ક્ષેત્રો દ્વારા નિકાસમાં ઝડપી વધારો થવાના કારણે નાણાકીય વર્ષમાં પ્રથમ વખત દેશની નિકાસ 400 અબજ ડોલરને ક્રોસ થઇ ચૂકી છે. મર્ચેન્ડાઇઝની નિકાસ 2020-21માં 292 ડોલરની નિકાસ સામે 21 માર્ચ સુધી 2021-22માં 37 ટકા વધીને 400.8 અબજ ડોલર થઈ છે. અગાઉ 2018-19માં આઉટબાઉન્ડ શિપમેન્ટ 330.07 અબજ ડોલરના રેકોર્ડને સ્પર્શી ગયું હતું.આ સમયગાળા દરમિયાન આયાત 589 અબજ ડોલર રહી, જે લગભગ 189 અબજ ડોલરની વેપાર ખાધને પાછળ રાખી છે. નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવામાં દેશની સફળતાને પ્રોત્સાહન આપતા વડાપ્રધાને કહ્યું કે આ ભારતની ‘આત્મનિર્ભર ભારત’ યાત્રામાં મુખ્ય સીમાચિહ્નરૂપ છે. 31 માર્ચની સમયમર્યાદાના નવ દિવસ પહેલા ગુડ્ઝની નિકાસનો સૌથી વધુ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.ભારતે 400 અબજ ડોલરના માલસામાનની નિકાસનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે અને પ્રથમ વખત આ લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ખેડૂતો, કારીગરો, એમએસએમઇ, ઉત્પાદકો, નિકાસકારોને શુભેચ્છા આપું છું. આ અમારી આત્મનિર્ભર ભારત યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની તમામ પ્રતિકૂળતાઓ છતાં ભારતે આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.રાજ્યો અને જિલ્લાઓ સાથે ગાઢ સંપર્ક સાધી નિકાસકારો સાથે જોડાણ અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણનું પરિણામ છે.ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું કે 400 અબજ ડોલરને ક્રોસ થવી એ એક નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે કન્ટેનરની અછત,ઉંચી સપાટીએ આંબી જતા નૂર ભાડા, લોજિસ્ટિક પડકારો છતાં નિકાસકારોએ એક વર્ષમાં 110 બિલિયન ડોલરનો ઉમેરો કર્યો છે.