Saturday, October 24, 2026
HomeBusinessફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ કરશે; ક્ષમતા વિસ્તરણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ કરશે; ક્ષમતા વિસ્તરણ અને એક્વિઝિશનનું આયોજન.

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ તેનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ખુલશે, જેનો હેતુ ક્ષમતા વિસ્તરણ, એક્વિઝિશન, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને દેવાની ચુકવણીને પહોંચી વળવા રૂ. 66.98 કરોડ એકત્ર કરવાનો છે.

આ આઇપીઓ 11 ઓગસ્ટે ખુલશે અને 13 ઓગસ્ટે બંધ થશે. કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર રૂ.148 થી રૂ.156 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કુલ ઇશ્યુ સાઇઝ 42,93,600 શેરની છે, જેમાં 34,57,600 શેરનો ફ્રેશ ઇશ્યુ અને 8,36,000 ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે. શેરને NSE ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કરવાનો પ્રસ્તાવ છે.

મિનિમમ એપ્લિકેશનની સાઇઝ 800 શેર નક્કી કરવામાં આવી છે, જ્યારે રીટેલ રોકાણકારોએ રૂ.2,49,600 ની કિંમતના 1600 શેર માટે બોલી લગાવવાની રહેશે. એચએનઆઈ રોકાણકારોએ રૂ.3,74,400 ની કિંમતના ઓછામાં ઓછા 3 લોટ (2,400 શેર) માટે અરજી કરવાની રહેશે.

ફેસિનેટ ટેક્સટાઇલ્સ ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી રકમનો ઉપયોગ એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ, વધારાના ઉત્પાદન એકમની સ્થાપના માટે કેપિટલ એક્સપેન્ડિચર, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા તેમજ અમુક સુરક્ષિત અને અસુરક્ષિત લોનની આંશિક કે સંપૂર્ણ ચુકવણી માટે કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.

કુલ આવકમાંથી, રૂ.12.40 કરોડ સૂચિત ઉત્પાદન એકમ માટે, રૂ.19.03 કરોડ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો માટે અને રૂ.2.67 કરોડ લોનની ચુકવણી માટે ફાળવવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળના બારાસાતમાં વિશાલ નહર દ્વારા 2017 માં સ્થાપિત, ફેસિનેટ ટેક્સટાઇલ મેન્સવેર, વુમન્સવેર અને ચિલ્ડ્રન્સવેરમાં વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. કંપની એક ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ચલાવે છે જે ડિઝાઇન ડેવલપમેન્ટ અને સેમ્પલ ક્રિએશનથી લઈને ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાનું સંચાલન કરે છે.

તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પુરુષો માટે ટી-શર્ટ, જોગર્સ, શોર્ટ્સ અને વેસ્ટ્સ, મહિલાઓ માટે કેઝ્યુઅલ કપડાં, તથા બાળકો માટે ટી-શર્ટ, લેગિંગ્સ, જોગર્સ અને શિશુઓ માટેના કપડાંનો સમાવેશ થાય છે. કંપની ચોક્કસ થીમ્સ, મૂડ બોર્ડ્સ અને ખરીદદારોની જરૂરિયાતોને આધારે ગ્રાહકો માટે કસ્ટમાઇઝ્ડ ગારમેન્ટ કલેક્શન પણ તૈયાર કરે છે. ફેસિનેટ ટેક્સટાઇલ્સ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં લાર્જ-ફોર્મેટ રિટેલર્સ અને હોલસેલર્સ કપડાં સપ્લાય કરે છે.

31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે, કંપનીએ રૂ.60.25 કરોડની આવક અને રૂ.5.81 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

ઇશ્યુના શેડ્યૂલ મુજબ, ઓલૉટમેન્ટનો આધાર 14 ઓગસ્ટે આખરી થવાની શક્યતા છે, જ્યારે રિફંડ અને ડીમેટ ખાતામાં ઇક્વિટી શેર જમા કરવાની પ્રક્રિયા 17 ઓગસ્ટ માટે નિર્ધારિત કરવામાં આવી છે. 18 ઓગસ્ટે શેરોનું લિસ્ટિંગ થવાની ધારણા છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here