પતિની ધરપકડ બાદ ફર્સ્ટ રિએક્શન: શિલ્પા શેટ્ટીએ કહ્યું, ‘હું પડકારોનો સામનો કરીને આમાંથી બહાર આવીશ’

0
39
રાજ કુંદ્રાની ધરપકડ પછી થોડો સમય શિલ્પા શેટ્ટી સો.મીડિયામાં એક્ટિવ નહોતી.
રાજ કુંદ્રાની ધરપકડ પછી થોડો સમય શિલ્પા શેટ્ટી સો.મીડિયામાં એક્ટિવ નહોતી.

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ ઘણી જ આઘાતમાં છે. રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મ બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પતિની ધરપકડ બાદ શિલ્પાએ પહેલી જ પર રિએક્શન આપ્યું છે. શિલ્પાએ સો.મીડિયામાં આ અંગે એક પોસ્ટ શૅર કરી હતી.શિલ્પાએ સો.મીડિયામાં પુસ્તકનું પાનું શૅર કર્યું છે. આ પોસ્ટમાં જેમ્સ થર્બની વાત કરવામાં આવી છે. પેજમાં લખવામાં આવ્યું છે, ‘ગુસ્સામાં પાછળ ફરીને ના જુઓ અથવા ડરથી આગળ ના જુઓ, પરંતુ સચેત અવસ્થામાં ચારેબાજુ જુઓ.”આપણને જે લોકોએ દુઃખ પહોંચાડ્યું હોય તેની તરફ આપણે ગુસ્સામાં પાછળ ફરીને જોઈએ છીએ, જે નિરાશા આપણે અનુભવી, જે દુર્ભાગ્ય આપણે સહન કર્યું, આપણને સતત ડર લાગે છે કે આપણે ક્યાંક નોકરી ગુમાવી ના દઈએ, કોઈ બીમારીનો ભોગ ના બનીએ અથવા તો કોઈ પ્રિયજનનું મૃત્યુ ના થાય. આપણે જે સ્થાન પર રહેવાની જરૂર છે, તે ત્યાં જ છે. અત્યારે જે થઈ રહ્યું છે અથવા શું થઈ શકે છે, તેને લઈ કોઈ ચિંતા ના કરો, પરંતુ પૂરી રીતે સચેત થઈને આસપાસ જોવાની જરૂર છે.’વધુમાં આગળ કહેવામાં આવ્યું છે, ‘હું એક ઊંડો શ્વાસ લઉં છું, મને ખ્યાલ છે કે હું જીવિત રહેવા માટે ભાગ્યશાળી છું. હું ભૂતકાળમાં પડકારોનો સામાનો કરી ચૂકી છું અને ભવિષ્યમાં પડકારોનો સામનો કરીને બહાર આવીશ. આજે મારે મારા જીવનથી વિચલિત થવાની જરૂર નથી.’શિલ્પાએ આ બુકનું પેજ શૅર કરીને અન્ય કોઈ વાત કહી નથી, પરંતુ એક્ટ્રેસે હાલની પરિસ્થિતિ અંગે વાત કરી છે અને તે પોતાને કેવી રીતે સંભાળે છે તે જણાવ્યું છે. મુંબઈ પોલીસ રાજ કુંદ્રાની પોર્ન ફિલ્મમાં બનાવવામાં કે પ્રસારિત કરવામાં શિલ્પા શેટ્ટીનો આમાં કોઈ રોલ છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ રાજની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને તેમને સર્વર તથા હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. ઉમેશ કામત શૂટ કરેલા 70 પોર્ન વીડિયો પણ મળ્યા છે. પૂછપરછમાં રાજે વધુ કંઈ કહ્યું નથી.