ઈક્વિટીનું આકર્ષણ: વ્યાજના નીચા દરોના કારણે ઈક્વિટી માર્કેટમાં રોકાણ વધ્યું

0
13
ઈક્વિટી કેશ માર્કેટ ટર્નઓવર 2019-20માં 96.6 લાખ કરોડ સામે 70.2 ટકા વૃદ્ધિ સાથે 2020-21માં રૂ. 164.4 લાખ કરોડ નોંધાયુ છે.
ઈક્વિટી કેશ માર્કેટ ટર્નઓવર 2019-20માં 96.6 લાખ કરોડ સામે 70.2 ટકા વૃદ્ધિ સાથે 2020-21માં રૂ. 164.4 લાખ કરોડ નોંધાયુ છે.

રિટેલ રોકાણકારોએ ઈન્ડિયન સિક્યુરિટીઝ માર્કેટમાં રોકાણ સતત વધાર્યુ છે. જૂન ત્રિમાસિકમાં માસિકદીઠ સરેરાશ 2.45 મિલિયન ડિમેટ એકાઉન્ટ ખુલ્યા છે. સેબીના ચીફ અજય ત્યાગીએ જણાવ્યા પ્રમાણે, વ્યાજના નીચા દરો તેમજ પર્યાપ્ત લિક્વિડિટીના પગલે રોકાણકારો વધુને વધુ ઈક્વિટી માર્કેટમાં રોકાણ વધારી રહ્યા છે.જો લિક્વિડિટીની અછત તેમજ વ્યાજના દરો પુન: વધે તો માર્કેટ પર તેની અસર થવાની શક્યતા ત્યાગીએ વ્યક્ત કરી છે. વર્તમાન માર્કેટની સ્થિતિને જોતાં ભવિષ્યમાં રોકાણ ગ્રોથમાં વૃદ્ધિ થવાનો આશાવાદ છે. એનઆઈએસએમના બીજા વાર્ષિક કેપિટલ માર્કેટ કોન્ફરન્સમાં ત્યાગીએ જણાવ્યુ હતુ કે, 2020-21થી માર્કેટમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો સતત વધી રહ્યો છે.કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા 2020-21ની શરૂઆતમાં 41 મિલિયનથી 34.7 ટકા વધી વર્ષના અંતે 55 મિલિયન થઈ છે. 2020-21માં માસિકદીઠ 1.2 મિલિયન નવા ડિમેટ ખાતાઓ ખુલ્યા છે. 2019-20માં માસવાર 0.42 મિલિયન નવા ડિમેટ ખાતાઓ શરૂ થતા હતાં. આ ટ્રેન્ડ ચાલુ નાણાકીય વર્ષમાં પણ જારી રહેશે. હાલ એપ્રિલ-જૂન દરમિયાન 2.45 મિલિયન ડિમેટ ખાતાઓ શરૂ થયા છે.ઈક્વિટી કેશ માર્કેટ ટર્નઓવર 2019-20માં 96.6 લાખ કરોડ સામે 70.2 ટકા વૃદ્ધિ સાથે 2020-21માં રૂ. 164.4 લાખ કરોડ નોંધાયુ છે. જ્યારે ઈન્ડિવિઝ્યુઅલ્સના શેરનું ટર્નઓવર 5 ટકા વૃદ્ધિ સાથે 51.4 ટકા વધ્યુ છે. મોટાભાગના રિટેલ રોકાણકારો મોબાઈલ ડિવાઈઝ તેમજ ઈન્ટરનેટ આધારિત ટ્રેડિંગ કરી રહ્યા છે. મહામારીના દોરમાં પણ કેપિટલ માર્કેટમાંથી રૂ. 10.12 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આ આંકડો 2019-20માં 9.96 લાખ કરોડ હતો.