Saturday, October 17, 2026
HomeGujaratચોમાસુ:ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદ ખેંચાતાં બફારાનું...

ચોમાસુ:ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વરસાદ ખેંચાતાં બફારાનું પ્રમાણ વધ્યું

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ગુજરાતમાં આજથી ચોમાસાની જમાવટ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. ગઈકાલે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.9 અને હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા નોંધાયું હતું.ગુજરાતમાં હજુ સુધી 8.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.76 વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે મોસમનો 27.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.28 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 21.90 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.68 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.3 ડીગ્રી વધીને 34.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડીગ્રી વધીને 27.5 ડીગ્રી નોંધાયું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં 36.2 ડીગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર- 35.5, કંડલા એરપોર્ટ- 35.4, ભાવનગર- 35.1, અમદાવાદ- 34.9, સુરેન્દ્રનગર- 34.3 અને વલ્લભ વિદ્યાનગરમાં 34.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here