Wednesday, September 30, 2026
HomeBusinessફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, 'બિગ બિલિયન ડેઝ'નો વ્યાપ ૭૫૦થી...

ફ્લિપકાર્ટે ૧.૪ કરોડ ક્યુબિક ફીટ ક્ષમતા ઉમેરી, ‘બિગ બિલિયન ડેઝ’નો વ્યાપ ૭૫૦થી વધુ નવા પિન કોડ સુધી વિસ્તાર્યો

Date:

Related stories

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

નવ ઉમેરાયેલા પિન કોડમાં લેહ, કારગિલ અને ઉત્તર-પૂર્વના વિસ્તારોનો સમાવેશ થાય છે; આ પ્રદેશોમાં પ્રથમ વખત ‘ધ બિગ બિલિયન ડેઝ’નું આયોજન થઈ રહ્યું છે.

ભારતનું સ્વદેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ‘ફ્લિપકાર્ટ’, આજે ‘ધ બિગ બિલિયન ડેઝ’ અને આગામી તહેવારોની મોસમ પહેલાં એકાર્ટની સપ્લાય ચેઈન વિસ્તરણની જાહેરાત કરી છે. એકાર્ટે દેશભરમાં ૧.૪ કરોડ ક્યુબિક ફીટ સ્પેસ ઉમેરીને તેની વેરહાઉસિંગ ક્ષમતામાં ૫૦%નો વધારો કર્યો છે. ટેકનોલોજી અને ઓટોમેશનના સુધારા થકી તેની ઓર્ડર પ્રોસેસિંગ ક્ષમતા પણ ૩૦%થી વધુ વધી છે.

ફ્લિપકાર્ટ ગ્રુપના સપ્લાય ચેઈન હેડ અને સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ હેમંત બદ્રીએ જણાવ્યું હતું કે, “દર વર્ષે ‘ધ બિગ બિલિયન ડેઝ’ ગ્રાહકોની ઝડપી ડિલિવરી અને વિશાળ પહોંચની અપેક્ષાઓને એક નવા સ્તરે લઈ જાય છે. આ વર્ષે લેહ કે કારગિલના ગ્રાહકો પણ પહેલીવાર બિગ બિલિયન ડેઝનો અનુભવ કરશે. એકાર્ટ અને ફ્લિપકાર્ટ મિનિટ્સ મળીને હવે અમે ૮,૨૦૦થી વધુ કેન્દ્રો ચલાવીએ છીએ, જે અમને વધુ ગ્રાહકો સુધી તહેવારનો આનંદ પહોંચાડવામાં અને વેચાણકર્તાઓને નવા ખરીદદારો સુધી પહોંચવામાં મદદ કરે છે.”

દેશભરમાં ગ્રાહકોઝડપી ડિલિવરીની અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે, તહેવારોની મોસમ દરમિયાન છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા (Last-mile reach) અને તે જ દિવસે કે પછીના દિવસે (Same-day & Next-day) ડિલિવરીનો લાભ આપવા માટે ખાસ ૯૦૦થી વધુ વધારાના ડિલિવરી હબ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે હવે ફુલફિલમેન્ટ સેન્ટર્સ, સોર્ટિશન હબ્સ અને લાસ્ટ-માઇલ ડિલિવરી કામગીરી સહિત દેશભરમાં એકાર્ટની સુવિધાઓની સંખ્યા ૮,૨૦૦થી વધુ થઈ ગઈ છે, જેમાં ૧૫૦થી વધુ શહેરોમાં ફેલાયેલા લગભગ ૧,૨૦૦ ‘ફ્લિપકાર્ટ મિનિટ્સ’ (Flipkart Minutes) માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર્સનો પણ સમાવેશ થાય છે.

‘ધ બિગ બિલિયન ડેઝ’ દરમિયાન MSME, નાના વેચાણકર્તાઓ, વણકરો અને કારીગરો માટે ઝડપી ઓર્ડર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે, તેમની ૨.૫ કરોડથી વધુ પ્રોડક્ટ્સ એકાર્ટ ફુલફિલમેન્ટ સેન્ટર્સમાં પહેલાથી જ મૂકી દેવામાં આવી છે. આ ઉપરાંત, સેલર ફુલફિલમેન્ટ સમય ઘટાડવા માટે પ્રમુખ સેલર હબ્સમાં ૭૦ નવા પિક-અપ સ્ટેશન્સ શરૂ કરવામાં આવ્યા છે. તહેવારો દરમિયાન ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ સિવાયના પણ વેચાણકર્તાઓ અને MSME ગ્રાહકો સુધી પહોંચી શકે તે માટે એકાર્ટની 3PL ફ્રેન્ચાઇઝી લોન્ચ થયાના બે મહિનામાં જ બમણી થઈને ૬૦૦ થઈ ગઈ છે.

‘ધ બિગ બિલિયન ડેઝ’ અને તહેવારોની ખરીદીનો આનંદ દેશના વધુને વધુ ખૂણાઓ સુધી પહોંચાડવા માટે એકાર્ટે ફ્લિપકાર્ટના નેટવર્કમાં ૭૫૦થી વધુ નવા પિન કોડ ઉમેર્યા છે. આમાં લદ્દાખનું લેહ, જમ્મુ અને કાશ્મીરનું કારગિલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારો તેમજ ઉત્તર-પૂર્વના વિસ્તારો જેમાં મિઝોરમના કમલાનગર અને ઝામુઆંગ, મેઘાલયના તુરાસિટી, રેસુબેલપારા અને રાજાબાલા, તથા અરુણાચલ પ્રદેશના બોમડિલા અને તેઝુનો સમાવેશ થાય છે.

‘વિશમાસ્ટર્સ’ (ડિલિવરી પાર્ટનર્સ) ‘ધ બિગ બિલિયન ડેઝ’ને સફળ બનાવે છે, અને ફ્લિપકાર્ટની તેમના પ્રત્યેની જવાબદારી માત્ર ડિલિવરી પૂરતી સીમિત નથી. દરેક વિશમાસ્ટરને ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ કવર અને મેડિકલેમનો લાભ આપવામાં આવે છે; દરેક તહેવારની સીઝનમાં આ કવરેજનું સ્તર સતત વધારવામાં આવ્યું છે. ફ્લિપકાર્ટે ‘ડોક્ટર ઓન કોલ’ સર્વિસ પણ શરૂ કરી છે, જેનો લાભ વિશમાસ્ટર્સ અને તેમનો પરિવાર ગમે ત્યારે લઈ શકે છે.

કમાણીના સંદર્ભમાં, વિશમાસ્ટર્સ આ તહેવારોની સિઝનમાં જોઈનિંગ અને રિટેન્શન બોનસની સાથે રેફરલ પ્રોત્સાહનો (Referral incentives) માટે પણ પાત્ર રહેશે, જે વર્ષના આ સૌથી વધુ માંગ ધરાવતા સમયગાળા દરમિયાન વધારાની આવક મેળવવામાં મદદ કરશે. ‘ફ્લિપકાર્ટ ડિલિવરી પાર્ટનર્સ’ એપ દ્વારા AI-આધારિત બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થકી ઓનબોર્ડિંગ પ્રક્રિયા જરૂરી પ્રોટોકોલ અને સુરક્ષા સાથે ૧૦ મિનિટથી ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે. દરેક વિશમાસ્ટરનું એકસરખા ધોરણો સાથે વેરિફિકેશન થાય છે, જેનાથી તેઓ ઝડપથી કમાણી શરૂ કરી શકે છે. આ એપ ટ્રેનિંગ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરે છે, જેથી નવા જોડાનારા ભાગીદારો તેમની પહેલી શિફ્ટ પહેલાં ડિલિવરીના ધોરણો સારી રીતે સમજી શકે.

ફ્લિપકાર્ટે આ તહેવારોની મોસમ માટે ૨.૫ લાખથી વધુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઉભી કરવાની જાહેરાત કરી છે, જેમાંથી લગભગ ૭૫,૦૦૦ પ્રથમ વખત વર્કફોર્સમાં પ્રવેશતા યુવાનો માટે છે. નવી તકોમાંથી ૬૦ ટકા ‘લાસ્ટ-માઇલ ડિલિવરી’ ક્ષેત્રમાં છે, જે ઝડપી ડિલિવરી પરના ફોકસ અને ટાયર 2 તેમજ ટાયર 3 શહેરોમાં ‘ફ્લિપકાર્ટ મિનિટ્સ’ના વિસ્તારને દર્શાવે છે.

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here