Wednesday, August 26, 2026
Homenationalમહારાષ્ટ્રમાં પૂરથી વિનાશ તસવીરોમાં: અત્યારસુધીમાં 8 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા, રાયગઢમાં...

મહારાષ્ટ્રમાં પૂરથી વિનાશ તસવીરોમાં: અત્યારસુધીમાં 8 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા, રાયગઢમાં મૃત્યુઆંક 44 પહોંચ્યો

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

આજે પણ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત્ છે. વરસાદથી સૌથી વધુ ખરાબ અસરગ્રસ્ત થાણે, રાયગઢ, રત્નાગિરિ, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના 8 હજારથી વધુ લોકોને NDRF, નૌકાદળ અને સેના દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજથી લઈને અત્યારસુધીમાં વરસાદથી સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં 129 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યનાં 200થી વધુ ગામોના મુખ્ય વિસ્તારો સાથે સંપર્ક તૂટી ગયો છે. વરસાદને લીધે પોતાનો જીવ ગુમાવનારાઓને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે 5 લાખ અને કેન્દ્રને 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાને અડીને આવેલા વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. શનિવારે સવારથી લોનાવલામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

ભારે પૂરને કારણે બિલ્ડિંગના ઘણા માળ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

વરસાદને કારણે ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 18 ટીમ 6 જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 8 ટીમને અલર્ટ પર રાખવામાં આવી છે. NDRFની બે ટીમ રાયગઢમાં લેન્ડ સ્લાઈડની જગ્યા પર ગઈકાલથી બચાવકાર્યમાં લાગી ગઈ છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાયગઢમાં નૌકાદળ અને કોલ્હાપુર, રત્નાગિરિમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે.

રત્નાગિરિમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

IMDએ આગામી 24 કલાક સુધી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે અત્યારસુધીમાં 44 લોકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે તલાઈ ગામમાંથી 32 મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય કેટલાક નજીકના ગામમાંથી મળી આવ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની સાથે વહીવટી તંત્રએ સર્ચ અને બચાવ કામગીરી તેજ કરી દીધી છે. શહેરી વિકાસ અને પીડબ્લ્યુડી મંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે લગભગ 80-85 લોકો ગુમ છે, તેથી એવું માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઇ નિરીક્ષણ પણ કર્યું છે.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here