Saturday, September 26, 2026
HomePoliticsડો. મનમોહન સિંહની ચેતવણી: દેશના અર્થતંત્ર માટે 1991 કરતાં પણ મુશ્કેલ સમય...

ડો. મનમોહન સિંહની ચેતવણી: દેશના અર્થતંત્ર માટે 1991 કરતાં પણ મુશ્કેલ સમય આવી રહ્યો છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત 1991માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકારે આ માટે તૈયાર રહે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુશ અથવા આનંદ કરવાનો સમય નથી, પરંતુ આત્મનિરીક્ષણ અને વિચાર કરવા માટેનો સમય છે. આગળનો રસ્તો 1991ની મુશ્કેલીઓ કરતાં પણ વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકેની આપણી પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઈ શકે.ડો. મનમોહન સિંહ, જે 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા, 1991માં નરસિંમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણામંત્રી હતા અને 24 જુલાઈ 1991ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ વખતે દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે. આ ઐતિહાસિક બજેટના 30 વર્ષ પૂરાં થવા પ્રસંગે મનમોહન સિંહે શુક્રવારે ઘણા મુદ્દાઓ પર પોતાનાં મંતવ્યો જણાવ્યા હતા.30 વર્ષ પહેલાં કોંગ્રેસે ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા. પાર્ટીએ દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું અને આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે.સિંહે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મેં કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે મળીને સુધારાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી. તે મને ખૂબ આનંદ અને ગર્વ આપે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશની જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ 30 કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા અને કરોડો નવી નોકરીઓનું નિર્માણ થયું હતું.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here