Saturday, September 26, 2026
HomeBusinessસોના-ચાંદી અને કોપર (તાંબા)ના ભાવમાં ઉતાર-ચઢાવ

સોના-ચાંદી અને કોપર (તાંબા)ના ભાવમાં ઉતાર-ચઢાવ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

સોના-ચાંદી અને કોપર (તાંબા)ના ભાવમાં અત્યારે જે રીતે મોટા પાયે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, તેણે રોકાણકારો અને સામાન્ય જનતાને મૂંઝવણમાં મૂકી દીધા છે. વર્ષ 2025માં સોનાએ 70 ટકા, ચાંદીમાં 170 ટકા અને કોપરમાં 50 ટકાથી વધુ વળતર મળ્યા બાદ, વર્ષ 2026ની શરૂઆતમાં પણ તેજી જોવા મળી રહી હતી. જોકે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ બજારમાં મોટું ગાબડું પડ્યું છે. જે ચાંદીને 2 લાખથી 4 લાખ સુધી પહોંચતા માંડ દોઢ મહિનો લાગ્યો હતો, તેમાં માત્ર ગણતરીના દિવસોમાં ઘટાડો થયો છે.29 જાન્યુઆરી, 2026ના રોજ સોનું પ્રતિ ગ્રામ 1.93 લાખ રૂપિયા અને ચાંદી કિલો દીઠ 4.20 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે હતા. પરંતુ તે જ રાતથી કિંમતો ઘટવાની શરૂઆત થઈ અને માત્ર 8 દિવસમાં બધું જ બદલાઈ ગયું. અત્યારે સોનું 23 ટકા અને ચાંદી તેના ઉચ્ચ સ્તરથી લગભગ 46 ટકા જેટલી એટલે કે અડધી કિંમતની આસપાસ નીચે આવી ગઈ છે. હાલમાં સોનું 1.55 લાખ અને ચાંદી 2.49 લાખ આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.બજારના નિષ્ણાતો માને છે કે આ કડાકા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે: પહેલું, રોકાણકારો દ્વારા મોટા પાયે કરવામાં આવેલી પ્રોફિટ બુકિંગ(નફો વસૂલવાની પ્રક્રિયા). બીજું, અમેરિકન ડોલરનું મજબૂત થવું અને ફેડરલ રિઝર્વ બેન્કના નવા ચીફની નિમણૂક. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે MCX દ્વારા કિંમતી ધાતુઓના કોન્ટ્રાક્ટ પર માર્જિન રકમ વધારી દેવામાં આવી છે. ડોલર મજબૂત થવાને કારણે અન્ય દેશો માટે આ ધાતુઓની ખરીદી મોંઘી બની છે, જેને લીધે માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.નિષ્ણાતો અને જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોનું માનવું છે કે ચાંદીના ઊંચા મૂલ્યાંકનને કારણે ટૂંકા ગાળામાં હજુ પણ અસ્થિરતા રહી શકે છે, જોકે લાંબા ગાળે તેની માંગ મજબૂત છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે અત્યારે એકસાથે મોટું રોકાણ કરવાને બદલે કટકે-કટકે રોકાણ(SIP પદ્ધતિથી) કરવું જોઈએ. પૃથ્વી ફિનમાર્ટના મનોજ કુમાર જૈન સલાહ આપે છે કે જ્યાં સુધી બજારમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી ઉતાવળે ખરીદી કરવાથી બચવું જોઈએ અને બજારના પ્રવાહને શાંતિથી નિહાળવો જોઈએ.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here