ફૂટબોલના શ્રેષ્ઠ કોચ એલેક્સ ફર્ગ્યુસનની હાલત ગંભીર

0
183

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં દિગ્ગજ ગણાતા કોચ એવા સર એલેક્સ ફર્ગ્યુસન અચાનક બીમાર થઈ ગયા હતા અને હાલત ગંભીર થતાં તત્કાલ બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. હાલ એલેક્સ ફર્ગ્યુસનને ઈંઈઞ માં ખસેડવામાં આવ્યા છે. ફર્ગ્યુસની તબીયત અચાનક ગહડી પડતા દિગ્ગજ ફૂટબોલરો તેમજ ચાહકોમાં નિરાશા ફરી વળી છે અને તેમના જલ્દી સારા થઇ જવાની પ્રાર્થના કરવામાં આવી રહી છે.

૭૬ વર્ષના ફર્ગ્યુસનને સ્ટ્રોક આવતાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બ્રેઈન હેમરેજની ઈમર્જન્સી સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ પછી તેમને ઈન્સેન્ટીવ કેર યુનિટ (આઇસીયુ)માં રાખવામાં આવ્યા છે.ઈંગ્લિશ પ્રીમિયર લીગની ટોચની કલબ માન્ચેસ્ટર યુનાઈટેડના ચીફ કોચ તરીકે ફર્ગ્યુસને ૨૭ વર્ષ સુધી જવાબદારી સંભાળી હતી.

તેમણે વર્ષ ૨૦૧૩માં નિવૃત્તિ લીધી હતી. જે પછી તેઓ યુરોપીયન ફૂટબોલ ફેડરેશનના કોચિંગ કાર્યક્રમની સાથે જોડાયેલા રહ્યા હતા. તેઓ મેજર મેચોમાં પણ હાજરી આપતાં રહ્યા હતા. ઈંગ્લિશ ફૂટબોલ કલબ માન્ચેસ્ટર યુનાઈટેડે એક નિવેદનમાં જણાવ્યું કે, સર એલેક્સ ફર્ગ્યુસન પર બ્રેઈન હેમરેજ માટેની સર્જરી કરવામાં આવી છે.

સર્જરી તો સફળતાપૂર્વક પુરી થઈ ચુકી છે. જોકે સાજા થવા માટે તેમના હાલ ઈન્સેન્ટીવ કેરમાં રાખવામાં આવ્યા છે. તેમના પરીવારે આ મામલે પ્રાઈવસી જાળવવા માટે વિનંતી કરી છે. બ્રિટીશ ફૂટબોલના ઈતિહાસમાં સૌથી સફળ કોચ તરીકે ફર્ગ્યુસનને ગૌરવ મળે છે.

તેઓ કારકિર્દીમાં કુલ ૪૯ ટાઈટલ જીતેલી ટીમોના કોચ રહી ચૂક્યા છે, જેમાં ૩૮ ટાઈટલ્સ તો તેમણે માન્ચેસ્ટર યુનાઈટેડને જીતાડયા હતા. ફર્ગ્યુસની હાલત કથળી હોવાના અહેવાલને પગલે ફૂટબોલ જગતમાં શોક ફેલાયો હતો. યુનાઈટેડના કેપ્ટન માઈકલ કેરિકે કહ્યું કે, તેમની બીમારીના સમાચાર આંચકાજનક હતા. હું તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,